નવી દિલ્હીઃ હોકી ઈન્ડિયા (એચઆઈ)એ 23 માર્ચથી મલેશિયામાં શરૂ થઈ રહેલા 28માં સુલ્તાન અઝલાન શાહ કપ-2019 માટે બુધવારે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ઇપોહમાં યોજાનારી આ ટૂર્નામેન્ટ માટે મનપ્રીત સિંહને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે સુરેન્દ્ર કુમારને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. આ ટીમમાં ઘણા નવા ચહેરાને સામેલ કરવામાં આવ્યા છે, કારણ કે ઘણા સીનિયર ખેલાડી ગેરહાજર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં ભારત સિવાય યજમાન મલેશિયા, કેનેડા, કોરિયા, દક્ષિણ આફ્રિકા અને એશિયન રમતની ચેમ્પિયન જાપાનની ટીમ ભાગ લઈ રહી છે. ભારતીય ટીમમાં અનુભવી ગોલકીપર પીઆર શ્રીજેશ અને યુવા કૃષ્ણ બી પાઠક ગોલકીપરની જવાબદારી સંભાળશે. ડિફેન્ડરમાં ટીમની પાસે વાઇસ કેપ્ટન સુરેન્દ્ર કુમાર, ગુરિંદર સિંહ, બીરેન્દ્ર લાકજા, કોથાજીત સિંહ, વરૂણ કુમાર અને અમિત રોહિદાસ હશે. 


મિડફીલ્ડરમાં કેપ્ટન મનપ્રીત સિંહ, વિવેક સાગર પ્રસાદ, હાર્દિક સિંહ, નીલકાંત શર્મા અને સુમિત જ્યારે ફોરવર્ડમાં મનદીપ સિંહ, સિમરનજીત સિંહ, ગુરજંત સિંહ, શિલાનંદ લકડા અને સુમિત કુમાર ટીમને મજબૂતી આપશે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત 23 માર્ચે જાપાન વિરુદ્ધ મુકાબલાથી કરશે. 


રાહુલ અને પંડ્યાનો મામલો બીસીસીઆઈ લોકપાલને સોંપવા માટે તૈયાર સીઓએ

ટીમને આ ટૂર્નામેન્ટમાં અનુભવી ફોરવર્ડ એસવી સુનીલ, આકાશદીપ સિંહ, રમનદીપ સિંહ અને લલિત ઉપાધ્યાય, ડિફેન્ડર રૂપિંદર પાલ સિંહ અને હરમનપ્રીત સિંહ તથા મિડફીલ્ડર ચિંગલેનસનાની ખોટ પડશે. આ ખેલાડી ઈજાને કારણે ટીમમાં નથી. આ સિવાય બે જૂનિયર ખેલાડી વિશાલ એંતિલ અને પ્રદીપ સિંહ પણ ઈજાને કારણે ટીમમાંથી બહાર છે. 


એચઆઈના હાઈ પરફોર્મંસ નિયામક ડેવિડ જોને કહ્યું, તે દુર્ભાગ્યપૂર્ણ છે કે ઈજાને કારણે કેટલાક મુખ્ય ખેલાડી 28માં સુલ્તાન અજલાન શાહ કપમાં ભાગ લેશે નહીં. પરંતુ તેના માટે જરૂરી છે કે તે આ વર્ષે ભુવનેશ્વરમાં યોજાનારા એફઆઈએચ સિરીઝ ફાઇનલ પહેલા સંપૂર્ણ રીતે ફીટ થઈ જાઈ જે 2020 ઓલમ્પિક માટે ક્વોલિફાઇ કરવાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ છે. ભારતીય ટીમ 18 માર્ચે બેંગલુરૂથી મલેશિયા રવાના થશે. 

ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટઃ પીવી સિંધુ પ્રથમ રાઉન્ડમાં બહાર, પ્રણયને હરાવીને પ્રણીત બીજા રાઉન્ડમાં

ટીમ
ગોલકીપરઃ પીઆર શ્રીજેશ અને કૃષ્ણા બી. પાઠક.
ડિફેન્ડરઃ સુરેન્દ્ર સિંહ (વાઇસ કેપ્ટન), ગુરિંદર સિંહ, બીરેન્દ્ર લાકડા, કોઠાજીત સિંહ, વરૂણ કુમાર અને અમિત રોહિદાસ. 
મિડફીલ્ડરઃ મનપ્રીત સિંગ (કેપ્ટન), વિવેક સાગર પ્રસાદ, સુમિત હાર્દિક સિંહ, નીલકાંત શર્મા.
ફોરવર્ડઃ મનદીપ સિંહ, સિમરનજીત સિંગ, ગુરજંત સિંહ, શિલાનંદ લકડા અને સુમિત કુમાર.