નવી દિલ્હીઃ હોકી ઈન્ડિયા (એચઆઈ)એ સોમવારે ઓગસ્ટમાં યોજાનારી એશિયન ગેમ્સ માટે 18 સભ્યોની ભારતીય પુરૂષ હોકી ટીમની જાહેરાત કરી દીધી છે. ઘુંટણની સર્જરીને કારણે રમનદીપ સિંહ એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમમાં સામેલ થઈ શક્યો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં 18 ઓગસ્ટથી શરૂ થઈ રહેલી 18મી એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની કમાન દિગ્ગજ ગોલકીપર પીઆર શ્રીજેશ સંભાળી રહ્યો છે અને ચિંગ્લેસાના સિંહ વાઇસ કેપ્ટન હશે. 


ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયનના રૂપમાં મેદાને ઉતરશે. 2014ની એશિયન ગેમ્સમાં ટીમે ફાઇનલમાં કટ્ટક હરિફ પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું હતું. 


ટીમના કેપ્ટન શ્રીજેશને ચેમ્પિયન ટ્રોફીમાં સર્વશ્રેષ્ઠ ગોલકીપરનો એવોર્ડ મળ્યો હતો. એશિયન ગેમ્સ માટે તૈયાર ટીમના મુખ્ય કોચ હરેન્દ્ર સિંહે કહ્યું, આ ટીમમાં અનુભવી અને યુવા ખેલાડીઓ છે. પરંતુ સર્જરીને કારણે રમનદીપને ટીમમાં સ્થાન મળ્યું નથી, પરંતુ રૂપિંદર અને આકાશદીપ સિંહ ટીમમાં છે. 


ભારતીય ટીમ
ગોલકીપરઃ પીઆર શ્રીજેશ (કેપ્ટન), કૃષ્ણ બી પાઠક


ડિફેન્ડરઃ હરમનપ્રીત સિંહ, વરૂણ કુમાર, વીરેન્દ્ર લાકડા, સુરેન્દ્ર કુમાર, રૂપિંદર પાલ સિંહ, અમિત રોહિદાસ


મિડફીલ્ડરઃ મનપ્રીત સિંહ, ચિંગ્લેસાના સિંહ, સિમરનજીત સિંહ, સરદાર સિંહ, વિવેક સાગર પ્રસાદ


ફોરવર્ડઃ એસવી સુનીલ, મનદીપ સિંહ, લલિત કુમાર ઉપાધ્યાય, આકાશદીપ સિંહ અને દિલપ્રીત સિંહ