નવી દિલ્હીઃ હોકી ઈન્ડિયાએ ખેલ મંત્રાલયને પીઆર શ્રીજેશને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ આપવાની ભલામણ કરી છે. બુધવારે હોકી ઈન્ડિયા તરફથી ચિંગલેનસના સિંહ, અક્ષદીપ સિંહ અને દીપિકા ઠાકુરને અર્જુન એવોર્ડ આપવાની ભલામણ કરવામાં આવી છે. આ પહેલા રેસલિંગ ફેડરેશને બજરંગ પૂનિયા, મહિલા રેસલર વિનેશ ફોગાટ અને રાઇફલ એસોસિએશને હિના સિદ્ધૂ અને અંકુર મિત્તલને ખેલ રત્ન આપવાની ભલામણ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રમતગમત મંત્રાલય ખેલના ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિ હાસિલ કરનારા ખેલાડીઓને આ પુરસ્કાર આપે છે. 2018માં વિરાટ કોહલી અને મહિલા વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂને ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. 


દ્રોણાચાર્ય એવોર્ડ માટે સંધ્યા ગુરંગ અને શિવ સિંહનું નામ મોકલ્યું
ભારતીય બોક્સિંગ એસોસિએશન તરફથી મહિલા ટીમની સહાયક કોચ સંધ્યા ગુરંગ અને મહિલા ટીમના પૂર્વ કોચ શિવ સિંહનું નામ દ્રોણાચાર્ય એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે. આ સાથે એશિયન ગેમ્સ અને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર બોક્સર અમિત પંઘલ અને ગૌરવ બિધૂડીનું નામ અર્જુન એવોર્ડ માટે મોકલવામાં આવ્યું હતું. 


ચાર રેસલર અને ત્રણ શૂટર્સને અર્જુન એવોર્ડ આપવાની ભલામણ
રેસલિંગ ફેડરેશન તરફથી રાહુલ અવારે, હરપ્રીત સિંહ, દિવ્યા કાકરાન અને પૂજા ઢાંડાને અર્જુન એવોર્ડ આપવાની ભલામણ કરવામાં આવી છે. ફેડરેશન મેજય ધ્યાનચંદ પુરસ્કાર માટે ખેલ મંત્રાલયને કોચ ભીમ સિંહ અને જયપ્રકાશનું નામ મોકલ્યું છે. બીજી તરફ એનઆરએઆઈએ અંજુમ મૌદગિલ, શહઝાર રિઝવી અને ઓમ પ્રકાશ મિઠરવાલને અર્જુન એવોર્ડ આપવાની ભલામણ કરી છે. 


બીસીસીઆઈએ ચાર ક્રિકેટરોના નામની કરી ભલામણ
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આ વર્ષે અર્જુન એવોર્ડ માટે ચાર ક્રિકેટરોના નામની ભલામણ કરી છે. તેમાં મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા અને પૂનમ યાદવ સામેલ છે. શમી, બુમરાહ અને જાડેજા પુરૂષ ક્રિકેટર છે અને વિશ્વ કપની ટીમમાં છે. પૂનમ યાદવ મહિલા ક્રિકેટર છે. અર્જુન એવોર્ડ દર વર્ષે શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓને આપવામાં આવે છે. આ માટે અલગ-અલગ રમતોના બોર્ડ ખેલાડીઓના નામ મંત્રાલયને મોકલે છે. રમતગમત મંત્રાલય એવોર્ડ વિજેતાઓને પસંદ કરવા માટે સમિતિની રચના કરે છે. આ સમિતિ ખેલાડીઓના નામ પર અંતિમ નિર્ણય કરે છે. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર