હોકી ઈન્ડિયાએ સીનિયર પુરૂષ નેશનલ કોચિંગ કેમ્પ માટે 33 ખેલાડીઓની કરી પસંદગી
ટીમને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઓલિમ્પિક ટેસ્ટ સ્પર્ધાની ફાઇનલમાં મળેલી જીત બાદ શરૂ થનારા કેમ્પમાં ખેલાડી પોતાના પ્રદર્શનમાં સાતત્યતા જાળવી રાખવા પર ધ્યાન લગાવવા ઈચ્છશે.
નવી દિલ્હીઃ હોકી ઈન્ડિયાએ બેલ્જિયમ પ્રવાસ અને ઓલિમ્પિક ક્વોલિફાયરની તૈયારીઓ માટે બેંગલુરૂમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (સાઈ)માં બે સપ્ટેમ્બરથી શરૂ થતી સીનિયર પુરૂષ રાષ્ટ્રીય કોચિંગ શિબિર માટે શનિવારે 33 ખેલાડીઓની સંભવિત યાદી જાહેર કરી હતી. ત્રણ દિવસીય કેમ્પને ગ્રાહમ રીડ દ્વારા આયોજીત કરવામાં આવશે.
ટીમને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઓલિમ્પિક ટેસ્ટ સ્પર્ધાની ફાઇનલમાં મળેલી જીત બાદ શરૂ થનારા કેમ્પમાં ખેલાડી પોતાના પ્રદર્શનમાં સાતત્યતા જાળવી રાખવા પર ધ્યાન લગાવવા ઈચ્છશે.
રીડે કહ્યું, 'અમે છેલ્લા કેટલાક મહિનામાં સારી લય હાસિલ કરી છે. આ કેમ્પ માટે આવનાર ખેલાડી સુધાર કરવા ઈચ્છે છે અને ટીમના પ્રદર્શનના તમામ પાસામાં સુધાર કરવા તૈયાર છે. આ શિબિરમાં વધુ તક બનાવવી અને અમારા ડિફેન્સની ક્ષમતામાં સુધાર પર ધ્યાન આપવામાં આવશે.' તેમણે આ સાથે કહ્યું કે, સપ્ટેમ્બરમાં થનારા બેલ્જિયમ પ્રવાસ ટીમની એફઆઈએચ ઓલિમ્પિક ક્વોલિફાયરની તૈયારીઓ માટે મહત્વની હશે.
પોલાર્ડે જણાવ્યું ક્યો ખેલાડી છે ભારતીય ક્રિકેટ ટીમનો 'સુપરસ્ટાર', તમે પણ જાણો
ખેલાડીઓની યાદી આ પ્રકારે છેઃ
ગોલકીપર: પી.આર.શ્રીજેશ, સૂરજ કારકેરા અને કૃષ્ણ બહાદુર પાઠક. ડિફેન્ડર્સ: હરમનપ્રીત સિંહ, બિરેન્દ્ર લકડા, સુરેન્દ્ર કુમાર, અમિત રોહિદાસ, વરૂણ કુમાર, રૂપીન્દર પાલ સિંઘ, ગુરિન્દર સિંઘ, કોઠાજીત સિંઘ, નીલમ સંજીપ જેસ, જરમનપ્રીત સિંઘ અને દીપસન ટિર્કી. મિડફીલ્ડર્સ: મનપ્રીત સિંહ, સુમિત, નીલકાંત શર્મા, જશકરણ સિંહ, હાર્દિક સિંઘ, વિવેક સાગર પ્રસાદ, આશિષકુમાર ટોપનો, સૈયદ નિયાઝ રહીમ અને રાજ કુમાર પાલ. ફોરવર્ડ: મનદીપ સિંહ, આકાશદીપ સિંઘ, શીલનંદ લકરા, ગુરસાહિબજિત સિંઘ, સિમરનજીત સિંઘ, એસ.વી. સુનિલ, ગુરજંત સિંઘ, રમનદીપ સિંહ, શમશેર સિંઘ અને લલિતકુમાર ઉપાધ્યાય.