નવી દિલ્હીઃ ભારત કોવિડ-19 સાથે જોડાયેલી ચિંતાઓ અને દેશના યાત્રીકો પ્રત્યે બ્રિટનના ભેદભાવપૂર્ણ ક્વોરેન્ટીન નિયમોને કારણે આગામી વર્ષે બર્મિંઘમમાં રમાનાર રાષ્ટ્રમંડ ગેમ્સ સ્પર્ધામાંથી હટવાનો નિર્ણય લીધો છે. હોકી ઈન્ડિયાના અધ્યક્ષ જ્ઞાનેન્દ્રો નિંગોબમે મહાસંઘના આ નિર્ણયની જાણકારી ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ) ના અધ્યક્ષ નરેન્દ્ર બત્રાને આપી દીધી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હોકી ઈન્ડિયાએ કહ્યું છે કે બર્મિંઘમ રાષ્ટ્રમંડળ ગેમ્સ (28 જુલાઈથી 8 ઓગસ્ટ) અને ગ્વાંગ્ઝૂ એશિયન ગેમ્સ (10થી 25 સપ્ટેમ્બર) વચ્ચે માત્ર 32 દિવસનું અંતર છે અને તે પોતાના ખેલાડીઓને બ્રિટન મોકલી જોખમ ઉઠાવવા ઈચ્છતું નથી જે કોરોના વાયરસ મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં સામેલ રહ્યું છે. 


નિંગોબમે લખ્યુ- એશિયન ગેમ્સ 2024 પેરિસ ઓલિમ્પિક ગેમ્સ માટે મહાદ્વીપીય ક્વોલીફિકેશન સ્પર્ધા છે અને એશિયન ગેમ્સની પ્રાથમિકતાને ધ્યાનમાં રાખતા હોકી ઈન્ડિયા રાષ્ટ્રમંડળ ગેમ્સ દરમિયાન ભારતીય ટીમના કોઈ ખેલાડીને કોવિડ-19 સંક્રમિત થવાનું જોખમ ન લઈ શકે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube