ભુવનેશ્વરઃ મલેશિયાએ 14મા હોકી વિશ્વ કપ (Hockey World Cup 2018)ના પોતાના બીજા મેચમાં  પાકિસ્તાનને ડ્રો પર રોકીને ગ્રુપ-ડીના સમીકરણ રસપ્રદ બનાવી લીધા છે. બંન્ને ટીમો વચ્ચે બુધવારે રમાયેલી  મેચ 1-1થી ડ્રો રહી હતી. આ બંન્ને ટીમો પર ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. આ બંન્ને  ટીમોના હવે ગ્રુપમાં એક-એક મેચ બચી છે. અંતિમ મેચમાં નક્કી થશે કે પાકિસ્તાન કે મલેશિયામાંથી કઈ ટીમ  ક્રોસઓવર રાઉન્ડ માટે ક્વોલિફાઇ કરશે અને કઈ ટીમ ગ્રુપ મેચ રમીને સ્વદેશ પરત ફરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભુવનેશ્વરમાં રમાઈ રહેલી હોકી વિશ્વ કપ (Hockey World Cup 2018)મા તમામ ટીમો બે-બે મેચ રમી  ચુકી છે. બુધવારે ગ્રુપ ડીની મેચ રમાઇ હતી. પ્રથમ મેચમાં જર્મનીએ નેધરલેન્ડને 4-1થી હરાવીને ક્વાર્ટર  ફાઇનલમાં સ્થાન નક્કી કરી લીધું છે. હવે તેના બે જીતની સાથે છ પોઈન્ટ થઈ ગયા છે. નેધરલેન્ડના એક જીત અને એક હાર સાથે ત્રણ પોઈન્ટ છે. જો તે ક્વાર્ટર ફાઇનલ માટે સીધી ક્વોલિફાઇ નહીં કરી શકે તો ક્રોસ ઓવર  મેચ રમવી પડશે. 


ભારતvsઓસ્ટ્રેલિયા ટેસ્ટ લાઇવ અપડેટ્સ


પાકિસ્તાને મલેશિયા સામે આક્રમક શરૂઆત કરી અને પાંચમી મિનિટે હુમલો કર્યો હતો. બિલાલની શાનદાર  ફ્લિકને મલેશિયાના ગોલકીપરે બચાવી લીધી હતી. બીજા ક્વાર્ટરમાં મલેશિયાને બે અને પાકિસ્તાનને એક  પેનલ્ટી કોર્નર મળ્યો હતો. પરંતુ બંન્ને ટીમે ગોલ કરવાની તક ગુમાવી હતી. 51મી મિનિટે મોહમ્મદ અતીકે આખરે  ગોલ કરીને પાકિસ્તાનને 1-0ની લીડ અપાવી હતી. અતીકે આ ગોલ રિઝવાન સીનિયરના શાનદાર પાસની  મદદથી કર્યો હતો. 


Hockey World Cup 2018: જર્મનીનો સતત બીજો વિજય, નેધરલેન્ડને 4-1થી હરાવ્યું


ત્યરબાદ મલેશિયાએ પલટવાર કરતા 54મી મિનિટમાં સ્કોર 1-1થી બરોબર કરી લીધો હતો. મલેશિયાએ આ  ગોલ પેનલ્ટી કોર્નરની મદદથી કર્યો હતો. ત્યારબાદ બંન્ને ટીમ ગોલ ન કરી શકી અને મેચ ડ્રો રહ્યો હતો.