ભુવનેશ્વર: ઓલમ્પિક ચેમ્પિયન આર્જેટીનાએ 14માં હોકી વર્લ્ડ કપમાં ગુરૂવાર (29 નવેમ્બર)ના ગ્રૂપ-એની તેમની પહેલી મેચમાં જીત હાંસલ કરી છે. વર્લ્ડ નંબર-2 આર્જેટીના કલિંગા સ્ટેડિયમમાં યોજાયેલી આ રોમાચંક મેચમાં સ્પેનને 4-3થી હરાવ્યું હતું. હેવ આર્જેટીના અને ન્યૂઝીલેન્ડ ત્રણ ડિસેમ્બરે સામસામે જોવા મળશે. તે દિવસે સ્પેન અને ફ્રાંસ સમાસામે જોવા મળશે. વલ્ડ કપની મેચ બુધવારથી શરૂ થઇ ગઇ છે. ટૂર્નામેન્ટ પહેલા મેચમાં બેલ્જિયમે કેનેડાને 2-1થી હારાવ્યું હતું. ત્યારબાદ બીજી મેચમાં મેજબાન ભારતે દક્ષિણ આફ્રિકાને 5-0થી હરાવ્યું હતું.


વર્લ્ડ કપના બીજા દિવેસ આર્જેટીનાની સામે સ્પેને મેચના શરૂઆતની ત્રીજી મિનિટમાં ગોલ કરી 1-0ની લીડ બનાવી હતી. પરંતુ ત્યારબાદ આર્જેટીનાએ ગોલ કરી 1-1 સ્કોર બરાબર કર્યો હતો. આર્જેટીનાએ પહેલા ક્વોટરની છેલ્લા સમયેમાં ગોલ કરી સ્પેનની સામે 3-2થી આગળ રહ્યું હતું. ત્યારે સ્પેને સેકેન્ડ હાર્ફમાં સારી શરૂઆત કરતા વિસેંક રૂઇઝની તરફથી 35મી મિનિટમાં ગોલ કરી આર્જેટીનાની સામે 3-3થી સ્કોર બરાબાર કર્યો હતો. ત્યારે ગોજાલોએ 49મી મિનિટે આ મેચમાં તેનો બીજો ગોલ કર્યો હતો અને આર્જેટીનાએ સ્પેનની સામે 4-3થી જીત હાંસલ કરી હતી.