Hockey World Cup 2018: સ્પેન અને ફ્રાન્સ વચ્ચે 1-1થી ડ્રો, નોકઆઉટની આશા જીવંત
સ્પેન અને ફ્રાન્સ બે મેચો બાદ ગ્રુપ એમાં 1-1 પોઈન્ટ લઈને ક્રમશઃ ત્રીજા અને ચોથા સ્થાન પર છે. બંન્ને ટીમો પોતાનો પ્રથમ મેચ હારી ગઈ હતી.
ભુવનેશ્વરઃ કેપ્ટન અને ગોલકીપર ક્વિકો કોર્ટેસના પેનલ્ટી સ્ટ્રોક પર કરેલા શાનદાર બચાવની મદદથી સ્પેને ફ્રાન્ચ વિરુદ્ધ સોમવારે પુરૂષ હોકી વિશ્વ કપના પૂલ-એના મેચમાં 1-1થી ડ્રો કરાવ્યો હતો. આ મેચ ડ્રો થવાની બંન્ને ટીમો નોકઆઉટની રેસમાં બનેલી છે. બંન્ને ટીમોના બે મેચમાં એક-એક પોઈન્ટ છે.
વિશ્વમાં આઠમાં નંબરની સ્પેન અને સ્પર્ધામાં સૌથી નિચલી રેન્કિંગ 20મો નંબર ફ્રાન્સ વચ્ચે મેચ હતો, પરંતુ જેમાં મોટી ટક્કર જોવા મળી હતી. ફ્રાન્સની ટીમે પોતાની વિરોધી ટીમને મુશ્કેલ પડકાર આપ્યો હતો. ફ્રાન્સની ટીમના ટિમોથી ક્લેમેન્ટે છઠ્ઠી મિનિટમાં મેદાની ગોલ કરીને સ્પેનને મુશ્કેલીમાં મુકી દીધું હતું. તેણે ત્રીજા ક્વાર્ટર સુધી આ લીડ યથાવત રાખી હતી. ફ્રાન્સે સ્પેને મધ્યાંતર બાદ સારી હોકી રમી હતી. તેના તરફથી અલ્વારો ઇગ્લેસિયાસે 48મી મિનિટમાં બરાબરીનો ગોલ કર્યો હતો.
ફ્રાન્સની પાસે ટૂર્નામેન્ટમાં પ્રથમ અપસેડ સર્જવાની સોનેરી તક હતી, પરંતુ સ્પેનના કેપ્ટન કોર્ટસે પોતાની ટીમનો શાનદાર બચાવ કર્યો હતો. સ્પેનના ડિફેન્ડરના ગોલમુખ પર વિધ્ન પહોંચાડવાને કારણે ફ્રાન્સે વીડિયો રેફરલના માધ્યમથી પેનલ્ટી સ્ટ્રોક મળ્યો હતો, પરંતુ કોર્ટસે હ્યૂગો જેનેસ્ટેટનો શોટ રોકી લીધો હતો. સ્પેન તેના પ્રથમ મેચમાં ઓલમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીના સામે 3-4થી હારી ગયું હતું. જ્યારે ફ્રાન્સનો ન્યૂઝીલેન્ડ સામે 1-2થી પરાજય થયો હતો. સ્પેન પોતાના અંતિમ ગ્રુપ મેચમાં છ ડિસેમ્બરે ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે જ્યારે ફ્રાન્સનો સામનો આર્જેન્ટીના સામે થશે.