ભુવનેશ્વરઃ ભલે ક્રિકેટ હોય કે હોકી, ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર પર વિશ્વભરના પ્રશંસકોની નજર રહે છે. ઓડિશામાં ચાલી રહેલા હોકી વિશ્વકપમાં ગ્રુપ નક્કી થયા બાદ દર્શકોને નિરાશા થઈ હતી. કારણ સ્પષ્ટ હતું, ભારત અને પાકિસ્તાનને બે અલગ-અલગ ગ્રુપમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી રમાયેલી મેચ બાદ જે પ્રકારના સમિકરણ બની રહ્યાં છે, તેનાથી પૂરી સંભાવના છે કે આ બંન્ને ટક્કર હરીફ ટીમો સામસામે ટકરાઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે સમિકરણ
ભારતના ગ્રુપમાં તમામ ટીમોએ બે-બે મેચ રમી છે, જ્યારે પાકિસ્તાનના ગ્રુપમાં તમામ ટીમોએ એક-એક મેચ રમી છે. ભારત બે મેચોમાં એક જીત અને એક ડ્રોની સાથે ગ્રુપમાં ટોપ પર છે. હવે વધુ સંભાવના તે છે કે, ભારત પોતાના ગ્રુપમાં ટોપ પર રહેશે, કારણ કે, તેનો આગામી મેચ કેનેડા સામે છે, જેમાં હાર કે ડ્રોની આશા ઓછી છે. બીજીતરફ પાકિસ્તાનનો જર્મની વિરુદ્ધ પરાજય થયો હતો. હવે તેણે નેધરલેન્ડ અને મલેશિયા વિરુદ્ધ રમવાનું છે. 


IND vs AUS: સ્મિથ-વોર્નર વિના પણ ઓસ્ટ્રેલિયા ફેવરિટઃ રહાણે 


બની શકે કે, નેધરલેન્ડ તેને હરાવી દે, પરંતુ મલેશિયા સામે હારવાની સંભાવના ઓછી છે. તેવામાં ટીમ ગ્રુપમાં ત્રીજા સ્થાને રહી શકે છે. તેવી સ્થિતિમાં પાકિસ્તાને ક્રોસ ઓવર મુકાબલો રમવો પડશે. ટૂર્નામેન્ટના ફોર્મેટ પ્રમાણે ગ્રુપ ડીમાંથી ક્રોસ ઓવર વિજેતા ટીમ ગ્રુપ સીની ટોપર ટીમ સામે ટકરાશે. જેથી ભારત-પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ શકે છે. 


રોનાલ્ડો અને મેસીનું વર્ચસ્વ તોડી લુકા મોડ્રિચે જીત્યો બૈલોન ડી' ઓર એવોર્ડ


શું છે ક્રોસ ઓવર
ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી 16 ટીમોને ચાર ગ્રુપોમાં વહેંચવામાં આવી છે. તમામ ગ્રુપમાં ચાર-ચાર ટીમો છે. ભારત ગ્રુપ સીમાં તો પાકિસ્તાન ગ્રુપ ડીમાં છે. તમામ ગ્રુપની ટોપ ટીમો સીધી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે, જ્યારે ચોથા સ્થાને રહેનારી ટીમ બહાર થઈ જશે. બીજા અને ત્રીજા સ્થાનની ટીમ વચ્ચે મુકાબલો થશે વિજેતા ટીમ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચશે.