Hockey World Cup: આ ટીમો પર રહેશે તમામની ખાસ નજર
હોકી વર્લ્ડ કપની શરૂઆત આજથી ભુવનેશ્વરમાં થઈ રહી છે. આ ટૂર્નામેન્ટમાં ભારતને ગ્રુપ-સીમાં રાખવામાં આવ્યું છે.. પરંતુ કઈ ટીમો છે જેના પર તમામની નજર રહેશે.... જાણવા માટે જુઓ
ભુવનેશ્વરઃ હોકી વર્લ્ડ કપ બુધવારથી શરૂ થઈ રહ્યો છે. આ ટૂર્નામેન્ટ 16 ટીમો ભાગ લઈ રહી છે. આ ટીમોને ચાર-ચારના ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારતીય ટીમને ગ્રુપ સીમાં સ્થાન આપવામાં આવ્યું છે. ભારતની સાથે આ ગ્રુપમાં કેનેડા અને સાઉથ આફ્રિકાની સાથે મજબૂત બેલ્જિયમની ટીમ પણ છે.
ઓસ્ટ્રેલિયા વર્લ્ડ રેન્કિંગ-1
ઓસ્ટ્રેલિયા ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. આ તેના પર સૌથી મોટો દબાવ છે. તેણે આ વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફી અને કોમનવેલ્થ ગેમ્સ પણ જીતી છે. ટીમને બે પૂર્વ કેપ્ટનો- એડી ઓકનડેન અને આરન જાલ્યુસકીનો સાથ મળશે. આ અનુભવી ખેલાડીઓથી ઓસ્ટ્રેલિયન ટીમની મજબૂતીમાં વધારો થાય છે. ટીમને માત્ર એક ડ્રૈગ ફ્લિકરની કમી છે. માર્ક નોલ્સ જેવા સીનિયર ખેલાડી હટી ગયા બાદ હવે યુવા ખેલાડીઓ પર ઓસ્ટ્રેલિયન હોકીની ઓળખને આગળ લઈ જવાની જવાબદારી છે.
આર્જેન્ટીના, વર્લ્ડ રેન્કિંગ- 2
તે ઓલંમ્પિક ચેમ્પિયન છે, વર્લ્ડ કપ રનર્સ-અપ છે અને વિશ્વની બીજા નંબરની ટીમ છે. મેદાન પર તો ટીમનું પ્રદર્શન સારૂ રહ્યું છે પરંતુ આ સિવાય તેણે ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. આ વર્ષની શરૂઆતમાં તેના કોચ કાર્લોસ રેતેગુઈએ રાજીનામું આપી દીધું હતું અને તેમના સ્થાન પર હાલના કોચ જર્મન ઓરોજકોએ પદભાર સંભાળ્યો હતો. આ સિવાય હોકી ફેડરેશન અને સીનિયર ખેલાડીઓ વચ્ચે વિવાદમાં ચર્ચામાં રહ્યાં. તેમ છતાં ટીમમાં ખૂબ અનુભવ છે. તેના ગ્રુપમાં ફ્રાન્સ, સ્પેન અને ન્યૂઝીલેન્ડની ટીમ છે. આર્જેન્ટીનાની ટીમ જો પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે રમે છે તો તે ગ્રુપમાં ટોપ પર રહી શકે છે.
નેધરલેન્ડ, વર્લ્ડ રેન્કિંગ- 4
8 વર્ષ પહેલા નવી દિલ્હીમાં ઈવેન્ટ થઈ હતી અને નેધરલેન્ડની ટીમ બીજા સ્થાન પર રહી હતી. પરંતુ આ વખતે તેની ટીમનું આગળ જવું મુશ્કેલ લાગી રહ્યું છે. વરિષ્ઠ ખેલાડી મિંક વેન ડર વીડન ટીમ માટે ડ્રૈગ ફ્લિકરની ભૂમિકા ભજવશે.
જર્મની, વર્લ્ડ રેન્કિંગ-6
જર્મની ચાર વખતની ઓલંમ્પિક ચેમ્પિયન, બે વખતની વિશ્વ કપ વિજેતા અને 10 વખતની ચેમ્પિયન્સ ટ્રોફી વિજેતા છે. પરંતુ તે આમ મજબૂત અને દબદબો ધરાવનાર ટીમ નથી. તેની સૌથી મોટી જીત 2014 ચેમ્પિયન્સ ટ્રોફીમાં હતી. અંતિમ વિશ્વકપમાં તે છઠ્ઠા સ્થાને પર રહી હતી. પરંતુ તેના ઘણા ખેલાડી હવે પહેલા કરતા વધુ અનુભવી થઈ ગયા છે. જર્મનીને આવા ઘણા ખેલાડીઓનો ફાયદો મળી શકે છે. તેના ગ્રુપ (ડી)માં નેધરલેન્ડ, પાકિસ્તાન અને મલેશિયા જેવી ટીમો છે. ટૂર્નામેન્ટમાં આને ગ્રુપ ઓફ ડેથ કહેવામાં આવી રહ્યું છે.
બેલ્જિયમ, વર્લ્ડ રેન્કિંગ- 3
રિયો ઓલંમ્પિકમાં સિલ્વર મેડાલિસ્ટ ટીમ બેલ્જિયમ પર ઘણાની નજર ટકેલી છે. ટીમમાં ઘણઆ ખેલાડીઓએ ક્લબ હોકી રમીને પોતાની રમતની ધાર આપી છે. તેની પાસે ખૂબ મેચ પ્રેક્ટિસ થાય છે. બેલ્જિયમ, ભારત (પાંચમું સ્થાન)ના ક્વાર્ટર ફાઇનલ માટે સીધા ક્વોલિફાઇ કરવાના માર્ગમાં સૌથી વધુ વિક્ષેપ પાડશે. ટીમની પાસે કૈડરિક ચાર્લીયર અને ટોમ બૂથ જેવા ખેલાડી છે, જે કોઈપણ ડિફેન્સ માટે પડકાર ઉભો કરી શકે છે.
ઈંગ્લેન્ડ વર્લ્ડ રેન્કિંગ- 7
ટીમના 18માંથી 13 ખેલાડી એવા છે, જેણે ક્યારેય વિશ્વકપ રમ્યો નથી. પરંતુ આ સિવાય ટીમની પાસે બેરી મિડલ્ટન જેવા અનુભવી ખેલાડી પણ છે, જે પોતાનો ચોથો વિશ્વકપ રમી રહ્યો છે. તો એડન ડિક્સનનો આ ત્રીજો વિશ્વકપ હશે. પોતાના છેલ્લા ચાર દેશની ટૂર્નામેન્ટમાં ટીમ અંતિમ સ્થાને રહી હતી અને એકપણ મેચ જીતી શકી નહતી. ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલા તેના સ્ટાર ફોરવર્ડ સૈમ વાર્ડ ઈજાગ્રસ્ત થઈ ગયો અને તેમ છતાં ટીમનો પ્રયાસ છેલ્લા બે વિશ્વકપ કરતા પ્રદર્શન સુધારવાનો રહેશે, જ્યાં ટીમ ચોથા સ્થાને રહી હતી.