હોકી વર્લ્ડ કપ 2018: ભારતે કેનેડાને 5-1થી હરાવ્યું, ક્વાર્ટરફાઇનલમાં મેળવ્યું સ્થાન
ભારતે માટે લલિત ઉપાધ્યાય (47મી અને 57મી મીનિટે)એ બે ગોલ કર્યા હતા. આ ઉપરાંત હરમનપ્રીત સિંહે 12મી, ચિંગલેનસાના સિંહે 46મી અને અમિત રોહિદાસે 51મી મીનિટમાં ગોલ કર્યા હતા.
ભુવનેશ્વર: ઓડિશામાં ચાલી રહેલી પુરૂષ હોકી વર્લ્ડ કપમાં ભારતીય હોકી ટીમે જોરદાર પ્રદર્શન દેખાડતા પૂલ સીમાં મુખ્ય રહી સીધા ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. ભારતે શનિવારે કેનેડાને 5-1થી હરાવ્યું છે. ત્યાંના કલિંગા સ્ટેડિયમમાં રમાઇ રહેલી પૂલ-સી મેચમાં ભારતે માટે લલિત ઉપાધ્યાય (47મી અને 57મી મીનિટે)એ બે ગોલ કર્યા હતા. આ ઉપરાંત હરમનપ્રીત સિંહે 12મી, ચિંગલેનસાના સિંહે 46મી અને અમિત રોહિદાસે 51મી મીનિટમાં ગોલ કર્યા હતા.
કેનેડા માટે સોન ફ્લોરિસ વાને 39મી મીનિટમાં એકમાત્ર ગોલ કર્યો હતો. ભારતે ત્રણ મેચોથી 7 અંક મેળવ્યા છે. ભારતે તેની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 5-0થી હરાવ્યું હતું અને ત્યારબાદ બેલ્જિયમની સાથે 2-2થી મેચ ડ્રો કરી હતી.
ભારતીય હોકી ટીમના કોચ હરેન્દ્ર સિંહે શુક્રવારે કહ્યું હતું કે તેમની ટીમ પુરૂષ હોકી વર્લ્ડ કપમાં અન્ય પરિણામો પર નિર્ભય રહ્યા વગર આગળ વધીને પોતાની સફળતાની વાર્તા લખવાનો પ્રયત્ન કરશે. આ મેચથી પહેલા ભારતીય ટીમે અત્યાર સુધીમાં એક જીતની સાથે એક ડ્રો મેચ રમ્યા છે. જેનાથી તેઓ પૂલ-સીમાં સારા ગોલ મેળવી (પ્લસ ચાર) ઓલમ્પિક સિલ્વર મેડલ વિજેતા બેલ્જિયમથી આગળ મુખ્ય સ્થાન પર છે.
પૂલ-એ અને બીથી આ ટીમ પહોંચી ક્વાર્ટર ફાઇનલમાં
ચારે પૂલથી મુખ્ય ટીમ સીધા ક્વાર્ટફાઇનલમાં પહોંચી જશે. જ્યારે બીજા અને ત્રીજા સ્થાન પર રહેતી ટીમ અંતિમ આઠમાં પ્રવેશ કરવા માટે એખ બીજા સામે ક્રોસ ઓવર મુકાબલો રમશે. અત્યાર સુધી પૂલ-એમાં આર્જેન્ટીનાએ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. જ્યારે આ ગ્રુપથી ફ્રાંસ અને ન્યૂઝીલેન્ડે ક્રોસ ઓવરના મુકાબલામાં જગ્યા બનાવી છે. ત્યારે ગ્રુપ બીમાં ઓસ્ટ્રેલીયાએએ સીધી ક્વોર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે અને ઇંગ્લેન્ડ અને ચીન વચ્ચે ક્રોસ ઓવર મુકાબલો યોજાશે. પૂલ-એથી સ્પેન અને પૂલ-બીથી આયરલેન્ડ ટૂર્નામેન્ટથી બહાર થઇ ગઇ છે.
(ઇનપુટ આઇએએનએસ)