નવી દિલ્હીઃ ભુવનેશ્વરમાં આયોજીત થનારા હોકી વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ ભાગ લેવાની તૈયારીમાં છે. પરંતુ હજુ ભારત પાકિસ્તાની ટીમદ દ્વારા કરાયેલી વિઝા અરજી પર વિચાર કરી રહ્યું છે. પાકિસ્તાનની ટીમ અને તેના સ્પોર્ટ સ્ટાફે ગત મહિને આ ટૂર્નામેન્ટ માટે વિઝાનું આયોજન આપ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંન્ને દેશોના રાજકીય સંબંધોમાં આવેલા તણાવને કારણે બંન્ને દેશોના રમત સંબંધો પણ પ્રભાવિત થયા છે. તેની પ્રથમ ઝલક ત્યારે દેખાઈ હતી, જ્યારે વર્ષ 2016માં લખનઉમાં આયોજીત થયેલા હોકી જૂનિયર વર્લ્ડ કપમાં પાકિસ્તાને ભાગ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારે પાકિસ્તાને તે આરોપ લગાવ્યો હતો કે, ભારતે તેને વિઝા આપવામાં મોડું કર્યું હતું. પરંતુ ત્યારે પાકિસ્તાની ટીમે અરજી કરવાની સત્તાવાર તારિખ બાદ અરજી કરી હતી. 


સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર, પાકિસ્તાને આ વર્લ્ડ કપમાં ભાગ લઈ શકે તે માટે ઈન્ટરનેશનલ હોકી ફેડરેશને પણ સરકારને રજૂઆત કરી છે કે તે પાકિસ્તાની ટીમને વિઝા આપે. સૂત્રોએ તે પણ જણાવ્યું કે, આ સંબંદમાં જો પણ નિર્ણય કરવામાં આવશે તે સરકારના સર્વોચ્ચ સ્તર પર લેવામાં આવશે. 



રણજી ટ્રોફીઃ ગૌતમ ગંભીરે દિલ્હીની કેપ્ટનશિપ છોડી, નીતિશ રાણા સંભાળશે સુકાન

આ પહેલા પાકિસ્તાની ટીમ ભારતમાં છેલ્લી વખત વર્ષ 2014માં રમી હતી, જ્યાં તેણે ભારતને ચેમ્પિયન ટ્રોફીના ફાઇનલમાં પરાજય આપ્યો હતો. ત્યારે પાકિસ્તાની ખેલાડીઓએ ભારતીય દર્શકો પર ખરાબ ઈશારો કરવાનો આરોપ લગાવ્યો હતો. 


નોંધનીય છે કે, ગત વર્ષે પાકિસ્તાને ભારત પર તેના રેસલરોને વિઝા ન આપવાનો આરોપ લગાવ્યો હતો. તે સમયે પાકિસ્તાની ટીમે એશિયન મીટમાં રમવા માટે ક્વોલિફાઇ કર્યું હતું. 


સપ્ટેમ્બરમાં ભારતે બંન્ને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે થનારી બેઠકને રદ્દ કરી દીધી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચે લોકસભા ચૂંટણી 2019 પહેલા વાતચીતની કોઈ અસર દેખાતી નથી. ઇમરાન ખાન પણ કહી ચુક્યા છે કે, તે ચૂંટણી બાદ ભારત સાથે ફરીથી વાતચીતનો પ્રયત્ન કરશે.