હોકીઃ ઓડિશા વિશ્વ કપમાં આ 6 ઉભરતા સિતારા પર રહેશે નજર
ઓડિશા હોકી વિશ્વ કપ ટૂર્નામેન્ટમાં વિવિધ દેશોની ટીમના ઘણા શાનદાર અને લોકપ્રિય ખેલાડી ભાગ લેવા આવી ગયા છે, પરંતુ તેમાં આગામી પેઢીના ઉભરતા સિતારા પણ છે.
ભુવનેશ્વરઃ ઓડિશા હોકી વિશ્વકપ ટૂર્નામેન્ટમાં વિભિન્ન દેશોની ટીમના ઘણા શાનદાર અને લોકપ્રિય ખેલાડી ભાગ લઈ રહ્યાં છે, પરંતુ તેમાં આગામી પેઢીને ઘણા ઉભરતા સિતારા પણ છે. વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં હોકી દર્શકોની નજર એવા છ યુવા ખેલાડીઓ પર રહેશે, જે વિશ્વકપના માધ્યમથી વૈશ્વિક રૂપથી પોતાના પ્રદર્શનની છાપ તમામ પર છોડવાના છે. વર્લ્ડ નંબર 5 ભારતના 19 વર્ષીય દિલપ્રીત સિંહ તેમાંથી એક ખેલાડી છે. ગત વર્ષે મલેશિયામાં આયોજીત અન્ડર-21 સુલ્તાન જોહોર કપ ટૂર્નામેન્ટમાં દિલપ્રીતે 6 મેચમાં 9 ગોલ કરીને તેની ક્ષમતાનો પરિચય આપ્યો હતો.
આ પ્રદર્શનથી ભારતની રાષ્ટ્રીય ટીમના મુખ્ય કોચ હરેન્દ્ર સિંહ ખૂબ પ્રભાવિત થયા અને તેમણે દિલપ્રીતને સીનિયર ટીમમાં સામેલ કરી લીધો હતો. તે હવે વિશ્વકપમાં સૌથી યુવા ખેલાડી બનવાની નજીક છે. દિલપ્રીતનો ટીમમાં સમાવેશ થવું હરેન્દ્રનો યુવા પેઢીમાં વ્યક્ત કરવામાં આવેલા વિશ્વાસનું પરિણામ છે. આ સિવાય તેમાં વર્લ્ડ નંબર 1 ઓસ્ટ્રેલિયન ટીમના 20 વર્ષીય જક હાર્વીનું નામ પણ સામેલ છે. ત્રણ વખતના ઓલંમ્પિયન ગોર્ડોન પિયર્સના પૌત્ર હાર્વીના લોહીમાં હોકી દોડે છે. ગત વર્ષે યોજાયેલા ઓડિશા હોકી વિશ્વકપમાં ઓસ્ટ્રેલિયાના ડિફેન્સને મજબૂત કરવામાં હાર્વીએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેના દમ પર ટીમે ટાઇટલ જીત્યું હતું.
પોતાના અત્યાર સુધીના કરિયરમાં હાર્વીએ 39 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. ઓસ્ટ્રેલિયાનું લક્ષ્ય સતત ત્રીજીવાર ચેમ્પિયન બનવા પર છે તેવામાં હાર્વી આ લક્ષ્યને પૂરુ કરવા માટે પ્રતિબદ્ધ છે. વર્લ્ડ નંબર-2 આર્જેન્ટીનાના 21 વર્ષીય માઇકો કાસેલા પણ કોઈથી ઓછો નથી. આંતરરાષ્ટ્રીય સ્તર પર 35 મેચ રમી ચુલેલા કાસેલા આર્જેન્ટીનાની રાષ્ટ્રીય ટીમમાં સામેલ સૌથી નાની ઉંમરનો ખેલાડી છે. લખનઉમાં 2016માં યોજાયેલ અન્ડર-21 જૂનિયર વર્લ્ડ કપ ટૂર્નામેન્ટમાં તે શાનદાર પ્રદર્શન કરનારો ખેલાડી હતી.
Hockey World Cup: જાણો અત્યાર સુધી કેવી રહી છે ભારતની સફર
તેણે પોતાના આ પ્રદર્શનની મદદથી રાષ્ટ્રીય ટીમમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી છે. નેધરલેન્ડનો 20 વર્ષીય ખેલાડી જોરિટ ક્રૂન પાસે આટલી નાની ઉંમરમાં ઓલંમ્પિક રમવાનો અનુભવ છે. તે ત્યારે 18 વર્ષનો હતો. વર્લ્ડ નંબર 4 ટીમના મુખ્ય કોચ મૈક્સ કાલ્ડાસ દ્વારા ક્રૂનની રિયો ઓલંમ્પિકમાં સ્થાન આપવાના નિર્ણયથી ખૂબ હલચલ મચી ગઈ હતી. ઘણા લોકોએ આ નિર્ણયને કાલ્ડાસના દાવના રૂપમાં જોયો, પરંતુ ક્રૂને પ્રદર્શન કરીને તમામ આલોચકોના મોં બંધ કરી દીધા હતા. આંતરરાષ્ટ્રીય સ્તર પર 56 મેચ રમી ચુકેલ ક્રૂને રાષ્ટ્રીય ટીમમાં પોતાની મહત્વની જગ્યા બનાવી લીધી છે.
રિયો ઓલંમ્પિક ગેમ્સનો અનુભવ રાખનારા 21 વર્ષીય ટિમ હેર્જબુર્કે વર્લ્ડ નંબર 6 જર્મનીની રાષ્ટ્રીય ટીમમાં પોતાની જગ્યા તેના પ્રદર્શનથી બનાવી છે. લખનઉમાં ઉત્તર પ્રદેશ જૂનિયર હોકી વિશ્વકપમાં તેને ટૂર્નામેન્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. પોતાના કરિયરમાં 54 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકેલા ટિમને ઘુંટણની ઈજાને કારણે ઘણા સમય સુધી મેદાનથી બહાર રહેવું પડ્યું હતું, પરંતુ તેણે વાપસી કરી લીધી છે અને વર્લ્ડ હોકીમાં તેની છાપ છોડવા માટે તૈયાર છે.
ઓડિશા હોકી વિશ્વકપમાં કોઈપણ ટીમ માટે મુશ્કેલી ઉભી કરવામાં સ્પેનનો 22 વર્ષીય ખેલાડી એનરીક ગાંજાલેજ સંપૂર્ણ રીતે સક્ષમ છે. વર્લ્ડ નંબર 8 સ્પેનની રાષ્ટ્રીય ટીમમાં તે પોતાની ઝડપ અને હોકી સ્ટિકની સાથે પોતાના શાનદાર કૌશલ્ય માટે જાણીતો છે. 22 વર્ષની ઉંમરમાં તે 73 આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુક્યો છે. આ ટૂર્નામેન્ટમાં છ ઉભરતા ખેલાડીઓમાં સામેલ એનરીકે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.