આશા રાખું છું કે બેટ્સમેનો માટે આતંક બન્યો રહેશે એન્ડરસનઃ જો રૂટ
જેમ્સ એન્ડરસન ટેસ્ટ ક્રિકેટમાં સર્વાધિક વિકેટ ઝડપનાર ફાસ્ટ બોલર બની ગયો છે. તેણે મોહમ્મદ શમીને આઉટ કરીને આ સિધ્ધી મેળવી હતી.
લંડનઃ ટેસ્ટ ઈતિહાસમાં સૌથી સફળ બોલર બનવા પર જેમ્સ એન્ડરસનની પ્રશંસા કરતા ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે આશા વ્યક્ત કરી કે તે, બેટ્સમેનોને પરેશાન કરતો રહેશે.
36 વર્ષીય જેમ્સ એન્ડરસને ઓસ્ટ્રેલિયાના ગ્લેન મૈક્ગ્રાને પાછળ છોડીને ટેસ્ટ ઈતિહાસનો સૌથી સફળ ફાસ્ટ બોલર બની ગયો છે. તેના નામે હવે 564 વિકેટ છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટમાં હવે મુથૈયા મુરલીધરન (800), શેન વોર્ન (708) અને અનિલ કુંબલે (619) ઝડપી છે.
રૂટે મંગળવારે કહ્યું, જિમીએ જે મેળવ્યું છે અને હજુ પણ તે મેળવવા માટે સક્ષમ છે, તે ખરેખર શાનદાર છે. તે ખૂબ પ્રતિબદ્ધ લાગે છે. જ્યારે તે આ પ્રકારના મૂડમાં હોય છે તો તમે તેની સાથે સંભવ તેટલી વધુ બોલિંગ કરાવી શકો છો.
રૂટે કહ્યું, આશા રાખુ છું કે ભવિષ્યમાં પણ ઘણી સીરીઝ રમાશે, જ્યાં તે બોલિંગ આક્રમણની આગેવાની કરે અને બેટ્સમેનોને આતંકિત કરવાનું ચાલું રાખશે.
એન્ડરસને મંગળવારે ભારત વિરુદ્ધ પાંચમી ટેસ્ટમાં અંતિમ વિકેટ ઝડપી, જેનાતી ઈંગ્લેન્ડે ટેસ્ટમાં 118 રનથી જીત સાથે પાંચ મેચની શ્રેણી 4-1થી પોતાના નામે કરી લીધી હતી.
VIDEO: વિરાટ બ્રિગેડને ન ગણાવી શ્રેષ્ઠ, તો રિપોર્ટર પર ગુસ્સે થયો વિરાટ કોહલી
રૂટે કહ્યું કે, વિશ્વની નંબર એક ટીમ ભારત વિરુદ્ધ શ્રેણી જીતવી દર્શાવે છે કે ઈંગ્લેન્ડ આગળ વધી રહ્યું છે. તેણે આશા વ્યક્ત કરી કે ટેસ્ટ ટીમ શ્રીલંકા અને વેસ્ટઇન્ડિઝના શિયાળામાં થનારા પ્રવાસ દરમિયાન વનડે ટીમની જેમ પોતાના પ્રદર્શનમાં સાતત્યતા લાવવામાં સફળ રહેશે.