નવી દિલ્લી: ભારતીય ટીમ નવા કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં એક નવા યુગની શરૂઆત કરશે. વિરાટ કોહલીથી વન-ડે ટીમની કમાન પાછી લીધા પછી ટીમ આગામી વિશ્વ કપ માટે એક નવા કેપ્ટનની સાથે તૈયારીઓમાં જોડાઈ જશે. રોહિત શર્મા પહેલીવાર ફૂલ ટાઈમ કેપ્ટનના રૂપમાં જોવા મળશે અને તેની અંડરમાં વિરાટ કોહલી બેટ્સમેન તરીકે રમતો જોવા મળશે. અત્યાર સુધી રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા માટે 10 વન-ડે મેચમાં કેપ્ટનશીપ કરી છે. જેમાં 8માં જીત અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઈન્ડિયાએ 2018માં યૂએઈમાં રમાયેલા એશિયા કપમાં પણ રોહિત શર્માની કેપ્ટનશીપમાં જ જીત મેળવી હતી. 2013 ચેમ્પિયન્સ ટ્રોફી પછી ટીમ ઈન્ડિયા માત્ર 2018માં એશિયા કપ જીતવામાં સફળ થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવા ટીમ સાથે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા:
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારત એક યુવા ટીમની સાથે ઉતરશે અને સાથે જ શિખર ધવન, શ્રેયસ અય્યર જેવા મોટા ખેલાડીઓ કોરોના સંક્રમિત થતાં ટીમ ઈન્ડિયાની સામે પ્લેઇંગ ઈલેવન પસંદ કરવાનો અને પહેલી વન-ડે માટે શાનદાર બેલેન્સ તૈયાર કરવાનો પડકાર પણ છે. મયંક અગ્રવાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. એવામાં ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને હાલના કેપ્ટન રોહિત શર્મા પર બેટિંગ લાઈનઅપની જવાબદારી રહેશે. બંને બેટ્સમેનોનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝ સામે ઘણો શાનદાર છે.


વિરાટનો શાનદાર રેકોર્ડ:
વિરાટે વેસ્ટ ઈન્ડિઝ સામે 39 વન-ડે મેચમાં 72.09ની એવરેજથી 2235 રન બનાવ્યા છે. વિરાટે 38 ઈનિંગ્સમાં 9 સદી અને 11 અર્ધસદી ફટકારી છે. લાંબા સમયથી સદીથી વંચિત વિરાટ કોહલીની છેલ્લી વન-ડે સદી પણ વેસ્ટ ઈન્ડિઝ સામે ઓગસ્ટ 2019માં નીકળી હતી. વિરાટે તે સિરીઝમાં પોર્ટ ઓફ સ્પેનમાં સતત 2 સદી ફટકારી હતી. તેના પછી વિરાટ સારી શરૂઆત પછી પણ સદીથી વંચિત જ  છે.


રોહિતે પણ બનાવ્યા છે 1500થી વધારે રન:
ટીમના નવા કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ સામે 33 વન-ડે મેચમાં 60.92ની એવરેજથી 1523 રન બનાવ્યા છે. રોહિતે વેસ્ટ ઈન્ડિઝની સામે 3 સદી અને 11 અર્ધસદી ફટકારી છે. રોહિતનો વેસ્ટ ઈન્ડિઝ સામે બેસ્ટ સ્કોર 162 રન છે. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતીય ધરતી પર સૌથી વધારે રન બનાવવાના મામલામાં આ બંને ખેલાડી સૌથી આગળ છે. આ બંને બેટ્સમેનો ઉપરાંત કોઈ બીજો ખેલાડી 1000 રનના આંકડાને સ્પર્શી શક્યો નથી. વિરાટના નામે 20 વન-ડેમાં 5 સદીની સાથે 1239 રન અને રોહિત શર્માના નામે 16 વન-ડેમાં 3 સદી અને 80ની એવરેજ સાથે 1040 રન છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube