નવી દિલ્હી: ટીમ ઇન્ડીયાના પૂર્વ કોચ ગ્રેગ ચેપલ (Greg Chappell)નો કાર્યકાળ ભારતીય ક્રિકેટ ટીમના કોચ તરીકે એકદમ વિવાદોથી ભરેલો રહ્યો હતો. કોચિંગ દરમિયાન ગ્રેગ ચેપલ પર ટીમ ઇન્ડીયામાં ફૂટ પાડવા જેવ સંગીન આરોપ પણ લાગ્યા છે. તાજેતરમાં જ ગ્રેગ ચેપલે સોશિયલ મીડિયા પર લાઇવ ચેટ દરમિયાન ટીમ ઇન્ડીયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) વિશે વાત કરતાં લખ્યું કે- ''મારું માનવું છે કે અત્યાર સુધી જેટલા પણ બેટ્સમેન જોયા છે, તેમાંથી ધોની સૌથી વધુ તાકતવર છે.'' એટલું જ નહી ચેપલે તે કિસ્સા વિશે પણ જણાવ્યું જ્યારે તેમણે એમએસ ધોનીને સિક્સર મારવાની ના પાડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોકે આ વાત ત્યારની છે જ્યારે ગ્રેગ ચેપ ભારતીય ક્રિકેટ ટીમના કોચ હતા. તમને જણાવી દઇએ કે ચેપલે આ વર્ષે 2005 થી 2007 સુધી ટીમ ઇન્ડીયાના કોચનું પદ સંભાળ્યું હતું અને તે દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. તે સમયે ચેપલનું ભારતીય ક્રિકેટ ટીમના સીનિયર ખેલાડીઓ સાથે ઘણા મતભેદ રહેતા હતા, જેમાં તે સમયે કેપ્ટન સૌરવ ગાંગુલી પણ સામેલ હતા. 


ચેપલે આ સેશન દરમિયાન ધોની સાથે જોડાયેલા તે કિસ્સા વિશે વાત કરતાં જણાવ્યું હતું કે 'મને યાદ છે કે જ્યારે મેં ધોનીને પહેલીવાર મેદાન પર બેટીંગ કરતાં જોયું હતું કે તે સમયે હું તેમને જોઇને દંગ રહી ગયો હતો. આ તે સમય હતો જ્યારે ધોની ટીમ ઇન્ડીયના સૌથી ઉભરતા ખેલાડી હતા. ધોની ખૂબ જ અલગ પ્રકારની પોઝિશનમાં આવીને બોલને મારતા હતા. મેં અત્યાર સુધી જેટલા પણ બેટ્સમેન જોયા છે તેમાંથી ધોની સૌથી તાકતવર છે. 


ગ્રેગ ચેપલે આગળ કહ્યું 'મને શ્રીલંકા વિરૂદ્ધ ધોનીએ રમેલી 183 રનની ઇનિંગ પણ ખૂબ યાદ છે, ત્યારબાદ આગામી મેચ પૂણેમાં થવાની હતી, ત્યારે મેં ધોનીને પૂછ્યું હતું કે તમે દરેક બોલને બાઉન્ડ્રી લાઇન બહાર પહોંચાડવાના બદલે શોટને નીચે રાખીને કેમ નથી રમતા? આગામી મેચમાં અમારી ટીમ લગભગ 260 રનના લક્ષ્યનો પીછો કરીને પાછળ હતી, પરંતુ ધોનીએ થોડા દિવસો પહેલાં જેવી બેટીંગ કરી હતી, તે મેચમાં તે બિલકુલ ઉલટ રમી રહ્યા હતા. અમારે જીતવા માટે 20 રન બનાવવાના હતા અને ધોનીએ મને સિક્સર મારવા માટે પૂછ્યું તો મેં તેમને ના પાડી દીધી અને કહ્યું ત્યાં સુધી સિક્સર નથી મારવાની જ્યાં સુધી ટાર્ગેટ બરાબર ન થઇ જાય. 


ધોનીએ એકદમ શાનદાર બેટ્સમેન છે, તે વાત પર કોઇ સંદેહ નથી, તેમણે એક કેપ્ટન અને ખેલાડી તરીકે બંને જ રૂપોમાં આટલી જવાબદારીઓને સારી રીતે નિભાવી છે, કદાચ ત્યારે મહેન્દ્ર ધોનીને કરોડો લોકો પસંદ કરતા હતા અને તેમને સંન્યાસ વિશે વિચારતાં તેમના કરોડો ફેન્સનું દિલ તૂટી ગયું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube