દેશની અર્થવ્યસ્થાને કઈ રીતે નુકસાન પહોંચાડી રહ્યું છે ઓનલાઇન સટ્ટાબાજીનું નેટવર્ક, ચોંકાવનારા છે આંકડા
ભારતમાં સટ્ટા રમવા પર પ્રતિબંધ લાગેલો છે. પરંતુ દેશમાં ઓનલાઇન સટ્ટાબાજીનું મોટું નેટવર્ક ચાલી રહ્યું છે. અત્યારે અનેક ઓનલાઇન એપ ઉપલબ્ધ છે જ્યાં લોકો સરળતાથી સટ્ટો લગાવી શકે છે. પરંતુ તેનાથી ભારતીય અર્થવ્યવસ્થાને ફટકો લાગી રહ્યો છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયામાં ટી20 વિશ્વકપ ચાલી રહ્યો છે અને આ વચ્ચે મેચ પર સટ્ટો રમતા લોકોના સમાચાર પણ આવતા રહે છે. દેશમાં સટ્ટો ગેરકાયદેસર છે. પરંતુ તેમ છતાં દેશમાં ક્રિકેટ સીઝનમાં કરોડો અબજો રૂપિયાનો સટ્ટો લાગે છે. હવે ગેરકાયદેસર ઓનલાઇન સટ્ટાબાજીથી ઝડપાવું પણ મુશ્કેલ થઈ ગયું છે. અત્યારે ગમે તે વ્યક્તિ સટ્ટો લગાવી શકે છે. આ કારણે દેશની ઈકોનોમીને નુકસાન થઈ રહ્યું છે. અલગ અલગ રિપોર્ટ અનુસાર ભારતમાં સટ્ટાબાજીનું માર્કેટ 10 લાખ કરોડને પાર થઈ ચુક્યુ છે. જો આ સેક્ટરની યોગ્ય રીતે વ્યવસ્થા કરવામાં આવે તો તેનાથી ભારતની અર્થવ્યવસ્થાને મદદ મળી શકે છે.
10 લાખ કરોડનું છે માર્કેટ
દોહાના ઈન્ટરનેશનલ સેન્ટર ફોર સ્પોર્ટ સિક્યોરિટીએ વર્ષ 2016માં પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે ગેરકાયદેસર સટ્ટાનો કારોબાર આ સમયે 150 બિલિયન એટલે કે 10 લાખ કરોડ રૂપિયાનો છે. તો જસ્ટિટ લોઢા સમિતિએ જણાવ્યું હતું કે ભારતનો સટ્ટા કારોબાર તે સમયના 82 બિલિયન ડોલર એટલે કે આશરે 6 લાખ કરોડ રૂપિયાનો છે.
સરકારે જાહેર કરી હતી એડવાઇઝરી
3 ઓક્ટોબરે સરકાર દ્વારા જારી એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું હતું કે ઓનલાઇન સટ્ટાબાજીની જાહેરાત બંધ કરવામાં આવી નથી. સરકારે નામ લઈને જણાવ્યું હતું કે દેશની બહારથી સટ્ટા બજારની એડ પ્રસારિત કરવામાં આવી રહી છે. સરકારે ચેતવણી આપી હતી કે જો તેને રોકવામાં ન આવે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી શકે છે.
સરકારા ધ્યાનમાં તે આવ્યું હતું કે ટેલીવિઝન પર ઘણી સ્પોર્ટ્સ ચેનલની સાથે-સાથે ઓટીટી પ્લેટફોર્મ હાલમાં વિદેશી ઓનલાઇન બેટિંગ પ્લેટફોર્મની સાથે-સાથે તેની સેરોગેટ ન્યૂઝ વેબસાઇટોની જાહેરાત દેખાડી રહી છે. એડવાઇઝરીને પૂરાવા સાથે જાહેર કરવામાં આવી, જેમાં ફેયરપ્લે, પરીમૈચ, બેટવે, વુલ્ફ 777 અને 1x બેટ જેવી ઓફશોર બેટિંગ પ્લેટફોર્મના પ્રત્યક્ષ અને સરોગેટ જાહેરાત સામેલ હતી.
ગેરકાયદેસર સટ્ટાબાજી પર લગામથી અર્થવ્યવસ્થાને મળશે મજબૂતી
ફેડરેશન ઓફ ચેમ્બર ઓફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રી (FICCI) એ 2019માં પોતાના એક રિપોર્ટમાં કુલ સટ્ટા બજાર આશરે 41 બિલિયન ડોલર એટલે કે 3 લાખ કરોડ રૂપિયાનું જણાવ્યું હતું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આ સેક્ટરને કાયદાની રીતે અમલમાં મુકવામાં આવે તો ભારત માટે અબજોની આવક બની શકે છે.
જસ્ટિસ લોઢા કમિટીએ પણ ઈંગ્લેન્ડનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે સટ્ટાબાજીને કાયદાના રૂપથી રમત સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે.
વધી રહ્યો છે ઓનલાઇન સટ્ટો
ઝડપી ઈન્ટરનેટ, સસ્તા સ્માર્ટફોન અને ખર્ચ કરવાની ક્ષમતા વધવાથી ઓનલાઇન સટ્ટાનું બજાર વધી રહ્યું છે. વધતો મધ્યમ વર્ગ સરળતાથી સટ્ટો રમી શકે છે. ગમે તે વ્યક્તિ ઓનલાઇન સટ્ટો લગાવી શકે છે. ઓનલાઇન બેટિંગ પ્લેટફોર્મ પર ટોસના પરિણામથી લઈને બોલરો અને બેટરોના પ્રદર્શન સુધી કે ટીમની જીત સુધી દરેક વસ્તુ પર સટ્ટો લાગે છે.
ભારતમાં ઓનલાઇન બેટિંગ સાઇટનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે. ભારતમાં દેશની બહારથી ચાલનાર ઘણા ઓનલાઇન બેટિંગ પ્લેટફોર્મ પોતાનું કામ ચલાવી રહ્યાં છે. તેના પર શિકંજો કસવા માટે સરકાર ઘણી એડવાઇઝરી જાહેર કરી ચુકી છે. આ સાથે છેલ્લા કેટલાક મહિનામાં ઈડીએ પણ ઓફશોર ઓનલાઇન બેટિંગ ચલાવી રહેલી કંપનીઓ પર દરોડા પાડ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube