નવી દિલ્હીઃ 'મારા વિશે ઘણા પ્રકારના સમાચાર આવતા રહે છે. વચ્ચે સમાચાર આવ્યા હતા કે હું મરી ગયો છું. હું સમાચારો વિશે વધુ વિચારતો નથી. નેટ્સમાં હું પ્રેક્ટિસ કરતો રહુ છું. પોતાનામાં સુધાર કરૂ છું, તે વસ્તુ ફીલ્ડ પર મારા માટે કામ આવે છે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવીન્દ્ર જાડેજાનું આ નિવેદન પાછલા વર્ષે ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં એશિયા કપ દરમિયાન પત્રકાર પરિષદમાં આવ્યું હતું, જ્યારે એક પત્રકારે તેને પૂછ્યુ હતું કે તે હાલના દિવસોમાં રમતથી વધુ પોતાની ફિટનેસને લઈને ચર્ચામાં આવે છે. 


જાડેજાની ટિપ્પણી બાદ બધા હસી પડ્યા. વાસ્તવમાં, જાડેજાએ ખૂબ જ નિર્દોષ અને મજાકમાં મીડિયાની ઝાટકણી કાઢી હતી.


જાડેજાને મીડિયાથી ધિક્કાર નથી, પરંતુ તેને સમજાયું કે આટલી શાનદાર રમત બતાવવા છતાં તેને ક્યારેય એવો દરજ્જો મળ્યો નથી જે તેની અડધી ક્ષમતાના ખેલાડીઓને મળ્યો છે.


તેને માત્ર સંયોગ કરી શકાય કે તે પત્રકાર પરિષદ બાદ જાડેજાને ફિટનેસની એવી સમસ્યા થઈ કે તેણે એશિયા કપ છોડીને ભારત પરત આવવું પડ્યું અને તે ટી20 વિશ્વકપમાં પણ ન રમી શક્યો. 


ત્યારબાદ ફરી એવી ચર્ચા શરૂ થઈ હતી કે તેનું કરિયર ખતમ થવા પર છે. 


આ પણ વાંચોઃ આ વિષયમાં નબળો હતો કોહલી! IPL 2023 પહેલાં વિરાટે શેર કરી ધોરણ-10ની માર્કશીટ


ક્રિકેટ મીડિયામાં તેના કરિયરની શરૂઆતથી તેની પ્રતિભા પર શંકા કરવામાં આવી. તે જ્યારે ઘરેલૂ ક્રિકેટમાં એક બાદ એક ત્રેવડી સદી ફટકારી રહ્યો હતો, તો તેની તે કહીને મજાક ઉડાવવામાં આવતી હતી કે રાજકોટમાં જાડેજા ત્રિપલ સેન્ચુરી ફટકારી શકે છે તો સમજી લો તો ક્યા પ્રકારની પાટા પિચ હશે. 


પરંતુ હવે બીસીસીઆઈના વાર્ષિક કોન્ટ્રાક્ટમાં જાડેજાનું નામ જોઈને કોઈ મજાક ઉડાવી શકે નહીં. 


છેલ્લા એક દાયકામાં કરિયરમાં જાડેજાએ દરેક મુશ્કેલીનો સામનો કરતા આજે જે મુકામ હાસિલ કર્યો છે, જ્યાં બોર્ડ તેની ગણના રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા ચેમ્પિયન ખેલાડીઓ સાથે કરે છે.


ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હાલમાં સમાપ્ત થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન જાડેજાને તેના સાથી અને સહયોગી રવિચંદ્રન અશ્વિનની સાથે મેન ઓફ ધ સિરીઝનો પુરસ્કાર મળ્યો હતો.


ઓસ્ટ્રેલિયા સામે કોઈ સ્પિનરનો રેકોર્ડ જાડેજા જેટલો મજબૂત નથી અને તમે અનુમાન લગાવી શકો છો કે અનિલ કુંબલે, હરભજન સિંહ અને મુથૈયા મુરલીધરન જેવા ખેલાડીઓએ પણ કાંગારૂઓ સામે ઘણી ટેસ્ટ મેચ રમી છે.


બીજી એક વાત, ટેસ્ટ ક્રિકેટમાં 150થી વધુ વિકેટ લેનાર ડાબોડી સ્પિનરોમાંથી કોઈની પણ સરેરાશ જાડેજાથી સારી નથી. 


આ પણ વાંચોઃ IPLમાં સૌથી વધુ કમાણી કરનાર ધોની કે કોહલી નહીં, આ ક્રિકેટર કરે છે અધધ કરોડની કમાણી


મહાન બિશન સિંહ બેદી અને ડેરેક અંડરવુડથી લઈને રંગના હેરાથ, શાકિબ અલ હસન અને ડેનિયલ વિટોરી જેવા આધુનિક સમયના મહાન બોલરો સુધી. 


પરંતુ તે ચોંકાવનારી વાત છે કે જ્યારે મહાનતાનો ઉલ્લેખ થાય છે તો જાડેજાનું નામ લેવામાં આવતું નથી. તેનું શું કારણ છે?


જાડેજાની બોલિંગને તે રીતે વ્યાખ્યાયિત કરી શકાતી નથી કારણ કે તે  અસરકારક છે પરંતુ જાદુગર જેવો દેખાતો નથી.


આ વાત તેની બેટિંગ પર લાગૂ થાય છે. તે નિચલા ક્રમમાં આવીને આક્રમક અંદાજમાં બેટિંગ કરે છે, ટીમ માટે સંકટમોચકની ભૂમિકા નિભાવે છે પરંતુ તેમ છતાં તેને એક બેટરના રૂપમાં તે સન્માન નથી મળતું જેનો તે હકદાર છે. 


તેની ફીલ્ડિંગને લઈને પણ સામાન્ય ધારણા તે છે કે જાડેજા એક શાનદાર ફીલ્ડર છે પરંતુ તેમાં યુવરાજ સિંહ જેવું ગ્લેમર દેખાતું નથી. 


આ પણ વાંચોઃ આઈપીએલ 2023માં આ ટીમ જીતશે ટ્રોફી, કોમેન્ટ્રેટર સંજય માંજરેકરે કરી મોટી ભવિષ્યવાણી


વિરોધાભાસ
અને આ વાત ઘણી રીતે પોતાનામાં એક પ્રકારે વિરોધાભાસી પણ છે. 


છેવટે, આઈપીએલ 2008 દરમિયાન જે ખેલાડીને રોકસ્ટાર શેન વોર્ને પોતે 'રોકસ્ટાર' તરીકે બોલાવવાનું શરૂ કર્યું, તે તેની રમતના કારણે વિશ્વ ક્રિકેટમાં રોકસ્ટાર પરફોર્મર છે પરંતુ વિવેચકોએ તેને ક્યારેય A+ વર્ગનો ખેલાડી ગણ્યો નથી.


બીસીસીઆઈના  A+ વાળા કરારથી જાડેજાને 7 કરોડ વાર્ષિક મળશે, પરંતુ તેનાથી અનેક ગણી વધુ બોલી ભૂતકાળમાં આઈપીએલમાં તેના માટે ઘણી ટીમો લગાવી ચુકી છે. 


ટી20 ફોર્મેટમાં જાડેજાનો જલવો અલગ જ છે અને તે ચેન્નઈ સુપર કિંગ્સ માટે હુકમનો એક્કો પણ સાબિત થયો છે.


પાછલા વર્ષે જાડેજાને સીઝનની શરૂઆતમાં ચેન્નઈની આગેવાની પણ આપવામાં આવી, પરંતુ ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ તેણે આ જવાબદારી છોડવી પડી હતી. 


બીસીસીઆઈનો A+ કોન્ટ્રાક્ટ મેળવતા પહેલા પણ હવે તેમની ગણતરી તે શ્રેણીમાં કરવામાં આવી રહી છે. તેથી જ નવી આઈપીએલની શરૂઆત પહેલા ધોની અને ચેન્નાઈની ટીમે તેની સાથે અલગથી ખાસ ચર્ચા કરી અને જૂના ખટાશ અને વિવાદોને ભૂલીને આગળ વધવાનું નક્કી કર્યું.


આ બાબત પણ જાડેજાની શાનદાર કારકિર્દી જેવી નાનીસૂની વાત નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube