કાનપુરઃ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં 25 નવેમ્બ એટલે કે ગુરૂવારથી રમાશે. આ મેચ ખુબ રોમાંચક થવાની છે. એક તરફ ન્યૂઝીલેન્ડની ટીમ પોતાની સંપૂર્ણ તાકાત સાથે ઉતરશે તો ભારતીય ટીમના દિગ્ગજો બહાર છે. નિયમિત કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે કેએલ રાહુલ ઈજાગ્રસ્ત છે. ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, શમી અને પંતને પણ આરામ આપવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેએક રાહુલ ઈજાગ્રસ્ત થવાથી શ્રેયસ અય્યર માટે ટીમમાં જગ્યા બનાવવાના દરવાજા ખુલી ગયા છે, જે પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમશે પરંતુ ભારતીય કેપ્ટને તે ખુલાસો કરવાથી ઇનકાર કરી દીધો કે ત્રીજો સ્પિનર અને બીજો ફાસ્ટ બોલર કોણ હશે. સ્પિન વિભાગમાં અક્ષર પટેલે પ્રેક્ટિસ કરી નથી પરંતુ જયંત યાદવ નેટ સત્રમાં સારી લયમાં જોવા મળ્યો હતો. રહાણેએ પુષ્ટિ કરી, હાં, શ્રેયસ પોતાનું પર્દાપણ કરશે. 


કેપ્ટને ઈજાગ્રસ્ત રાહુલ વિશે વાત કરતા કહ્યુ- ચોક્કસપણે આ એક મોટો ઝટકો છે. તેણે સ્પષ્ટ કર્યુ કે, તેને ઓપનિંગ બેટર મયંક અગ્રવાલ અને શુભમન ગિલ પર સંપૂર્ણ વિશ્વાસ છે. તેણે કહ્યું- રાહુલે ઈંગ્લેન્ડમાં સારૂ કર્યું હતું અને તે સારા ફોર્મમાં હતો. ચોક્કસપણે અમને તેની ખોટ પડશે પરંતુ અમારી પાસે ખેલાડી છે જે પોતાનું કામ કરી શકે છે, અમારી પાસે ખેલાડી છે જેણે અમારા માટે પાછલા સમયમાં સારૂ કર્યું છે અને તે અનુભવી છે. હું ઈનિંગની શરૂઆત કરનારના સ્થાન વિશે વધુ ચિંતિત નથી. 


આ પણ વાંચો- T20 રેન્કિંગમાં કેએલ રાહુલ અને માર્ટિન ગુપ્ટિલને થયો ફાયદો, રોહિતને નુકસાન  


જ્યારે તેને ત્રણ સ્પિનરો વિશે પૂછવામાં આવ્યું તો કહ્યું- હું તે વિશે કંઈ ખુલાસો ન કરી શકુ. અમે હજુ સંયોજન વિશે ચોક્કસ નથી અને ભારતમાં તમે જાણો છે કો સ્પિનરોને મદદરૂપ પિચ હશે. ખ્યાલ નથી કે વિકેટ કેવી હશે. અમારે કાલ સુધી રાહ જોવી પડશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. તેણે કહ્યું- હું સંયોજનને લઈને ચિંતિત નથી. જે પણ ગુરૂવારે રમશે, તે 100 ટકા તૈયાર છે. 


સંભવિત પ્લેઇંગ ઇલેવન
શુભમન ગિલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે (કેપ્ટન), શ્રેયસ અય્યર, રિદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, ઈશાંત શર્મા, અક્ષર પટેલ અને ઉમેશ યાદવ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube