હૈદરાબાદઃ આઈપીએલની 11મી સીઝનના ચોથા મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સને 9 વિકેટે હરાવીને વિજય સાથે ટૂર્નામેન્ટનો પ્રારંભ કર્યો છે. શિખર ધવન અને કેપ્ટન કેન વિલિયમસન વચ્ચે શતકીય ભાગીદારીની મદદથી હૈદરાબાદે 9 વિકેટે વિજય મેળવ્યો હતો. ધવને અણનમ 77 અને 36 રન ફટકાર્યા હતા. 126 રનનો લક્ષ્ય હાંસિલ કરવા ઉતરેલી હૈદરાબાદે શહા (5)ના રૂપમાં એકમાત્ર વિકેટ ગુમાવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે હૈદરાબાદને જીતવા માટે 129 રનનો ટાર્ગેટ આપ્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા હતા. 


આ પહેલા ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી. તેને પ્રથમ ઝટકો મેચની પ્રથમ ઓવરમાં લાગ્યો, જ્યારે ઓપનર ડાર્સી શોર્ટ (4) ઝડપથી રન લેવાના ચક્કરમાં રન આઉટ થયો. ત્યારબાદ બેટિંગમાં આવેલા સંજૂ સૈમસન અને કેપ્ટન અંજ્કિય રણાહેએ બીજી વિકેટ માટે 46 રન જોડ્યા હતા. ખતરનાક બનતી આ જોડીને સિદ્ધાર્થ કૌલે કેપ્ટન રહાણેને રાશિદના હાથમાં કેચ કરાવીને તોડી હતી. તે 13 બોલમાં 13 રન બનાવીને આઉટ થયો હતો. 


કેપ્ટન આઉટ થયા બાદ મેદાન પર આવેલો ઓલરાઉન્ડર સ્ટોક્સ પણ ફ્લોપ રહ્યો અને તે 8 બોલમાં પાંચ રન બનાવીને સ્ટૈનલેકનો શિકાર બન્યો હતો. ત્યારબાદ શાકિબ અલ હસને એક જ ઓવરમાં રાહુલ ત્રિપાઠી (17) અને સંજૂ સૈમસન (49)ને આઉટ કરીને રાજસ્થાનને બેકફુટ પર લાગી દીધું હતું. 


સેમસનની વિકેટ કુલ 94 રનનો સ્કોર પડી હતી. રાજસ્થાનના સ્કોરમાં વધુ બે રન જોડાયા ત્યારે કૃષ્ણપ્પા ગૌતમ શૂન્ય રને સિદ્ધાર્થ કૌલનો શિકાર બન્યો હતો. જોસ બટલર માત્ર 6 રન બનાવી રાશિદની બોલિંગમાં બોલ્ડ થયો હતો. 


હૈદરાબાદ તરફતી સિદ્ધાર્થ કૌલ અને શાકિબે બે-બે વિકેટ તથા ભુવનેશ્વર, સ્ટૈનલેક, અને રાશિદને એક-એક વિકેટ મળી હતી.