રેસ્ટોરન્ટના `મેન્યૂ કાર્ડ`માં હવે મળશે `નેમારની ફ્રી કિક ચિકન અને મેસ્સી મેજિક પિઝા`
ફુટબોલ પ્રેમી પૈરી પોર્ટુગલ, જર્મન મેજિક, બેલ્જિયમ રશ, ફ્રેન્ચ કનેક્શન, આર્જેન્ટીના ઉજ્જ અને બ્રાઝીલિયન ટ્રીટ નામના પિઝા ઓર્ડર કરી શકે છે. પિઝા અને પિચર બીયરનો કોમ્બો 499 રૂપિયામાં છે.
નવી દિલ્હીઃ ફીફા વિશ્વ કપનો આનંદ માણવા માટે તમે રૂસ ન જઈ શકો તો નિરાશ થવાની જરૂર નથી કારણ કે દેશભરના રેસ્ટોરન્ટ, બાર અને કેફેએ ફુટબોલ દર્શકોને લોભાવવા માટે ખાસ મેન્યૂ કાર્ડ તૈયાર કર્યું છે. જે ખેલાડીઓ અને ટીમોના નામ પર છે.
હૈદરાબાદે કરી છે ખાસ તૈયારી
હૈદરાબાદની 'પાર્ક હોટલે' ખેલના દિગ્ગજોના નામથી વિશેષ વ્યંજન તૈયાર કર્યા છે. જ્યાં દર્શકો માટે લેવ યાશિન પિગ્સ ઇન બ્લૈંકેટ (રૂસ), મુલર્સ સ્ટ્રાઇકિંગ સોસેજ અને સાયરક્રાટ ટર્નઓવર (જર્મની), નેમાર ફ્રી કિક ચિકન અને પામ હાર્ટ પેસ્ટ્રીઝ (બ્રાઝીલ), મેસમરાઇઝિંગ મેસ્સીઝ કોર્ન એન્ડ ચીઝ એમ્પાડાસ (આર્જેન્ટીના) અને ઘણું બધું.
કોલકત્તાના વાલેદ અદનાન માટે સ્પોર્ટ્સ બારથી ફુટબોલ મેચ જોવો સ્ટેડિયમ જેવા અનુભવની સૌથી નજીક છે.
અદનાને કર્યું, અહીં માહોલ ખૂબ શાનદાર હોઈ છે.
તેણે કહ્યું કે, ત્યાં નક્કી કરવું સરળ હોઈ છે કે કોણ તમારી ટીમનું સમર્થન કરી રહ્યાં છે. જે સામાન્ય રીતે ઘરમાં મિત્રોની સાથે ટેલીવિઝન પર સંભવ હોતું નથી.
મેન્યૂ કાર્ડમાં ફુટબોલ સ્પેશિયલ
પ્રશંસકોની ભાવનાઓને ધ્યાનમાં રાખતા શહેરના એક રેસ્ટોરન્ટે પિઝાનું નામ વિશ્વ કપ રમી રહેલા દેશોના નામ પર રાખ્યા છે. અહીં ફુટબોલ પ્રેમી પૈપી પોર્ટુગલ, જર્મન મેજિક, બેલ્જિયમ રશ, ફ્રેન્ચ કનેક્સન, આર્જેન્ટીના ઉજ્જ અને બ્રાઝીલિયન ટ્રીટ નામનો પિઝા ઓર્ડર કરી શકે છે, પિઝા અને પિચર બીયરનો કોમ્બો 499 રૂપિયામાં ઉપલબ્ધ છે.
કોલકત્તા સ્થિત ચાયબ્રેક રેસ્ટોરન્ટે ખેલાડીઓના નામ પર મેન્યૂ તૈયાર કર્યું છે. જેમાં મેસ્સી મેજિક કોલજોન પિઝા અને રોનાલ્ડો કિક મૈક્સિકન ક્યૂસેડિલા સામેલ છે.
મુંબઈ, કોલકત્તા, દિલ્હી અને બેંગલુરૂ સ્થિત મંકી બારે પણ એક મહિના સુધી ચાલનારી આ ટૂર્નામેન્ટ માટે હાફ ટાઇમ મેન્યૂ બનાવ્યું છે. જ્યાં વિશ્વભરના ફુટબોલ સ્નેક્સના પ્રશંસકો સ્વાદ લઈ શકે છે. તેમાં ફુટબોલ ફરસન, મેક્સિકન વેવ, કાન્સ હોટડોટ અને નંબર 10 નામનું ભોજન પિરસવામાં આવશે.
મંકી બારના મુખ્ય શેફ ધીરજ વર્માએ કહ્યું, મેન્યૂના વ્યંજનોને તે રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જે સામુદાયિક ભોજનને પ્રોત્સાહિત કરે અને પસંદગી પૂરક હોઈ. બેંગલુરૂના સોશિયલ રેસ્ટોરન્ટે કોઇ મેન્યૂ નથી બનાવ્યું પરંતું તે ફીફા ટૂર્નામેન્ટ દરમિયાન પોતાની ટૂર્નામેન્ટ કરાવશે.
સોશલના અનુજ સામાએ કહ્યું, અમારે ત્યાં ફુટબોલ (ટેબલ ફુટબોલ) ટૂર્નામેન્ટ, ફીફા પીએસ4 ટૂર્નામેન્ટ અને ફીફા સાથે જોડાયેલી પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.