નવી દિલ્હીઃ ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમના બંધ ત્રણ દર્શક ગેલેરીનો ઉલેક ન આવવાની દિશામાં હૈદરાબાદનું રાજીવ ગાંધી સ્ટેડિયમ ઈન્ડિયન પ્રીમિયર લીગ પ્લેઓફ અને 12 મેના ફાઇનલ મેચ માટે સ્ટેન્ડબાય રહેશે. તમિલનાડુ ક્રિકેટ એસોસિએશન ત્રણ ગેરેલી I, J અને K માટે સ્થાનિક મહાનગર પાલિકા પાસેથી 2012થી  કોઈ વાંધા પ્રમાણપત્ર લઈ શક્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોર્ડના એક અધિકારીએ પ્રેસ ટ્ર્સ્ટને જણાવ્યું, અમે ટીએનસીએ સાથે વાત કરીશું કારણ કે અમે ચેન્નઈ પાસેથી પોતાના મેદાન પર રમવાનો અધિકાર છીનવવા ઈચ્છતા નથી, પરંતુ ત્રણ ખાલી ગેલેરી એક મુદ્દો છે. હૈદરાબાદ અને બેંગલુરૂ પ્લેઓફ, એલિમિનેટર અને ફાઇનલ માટે બે સ્ટેન્ડબાય વેન્યૂ હશે. 


ઉલ્લેખનીય છે કે મેચ દરમિયાન આ સ્ટેડિયમના ત્રણ સ્ટેન્ડ્સ ખાલી રહે છે. આ ત્રણ સ્ટેન્ડ્સ  (I, J અને K )ની વધુમાં વધુ ક્ષમતા 12,000 છે. એટલે કે એક સ્ટેન્ડની ક્ષમતા 4 હજાર છે. નવેમ્બર 2011થી આ ત્રણ સ્ટેન્ડોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 


જાણવા મળી રહ્યું છે કે વિવાદનું મુખ્ય કારણ સ્ટેન્ડ્ સાથે જોડાયેલ મદ્રાસ ક્રિકેટ ક્લબનું જિમ્નેજિયમ છે. 2015માં સુપ્રીમ કોર્ટે સ્ટેન્ડના કેટલાક ભાગને ધ્વસ્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ સાથે ટીએનસીએને કહ્યું હતું કે, તે ચેન્નઈ મહાનગર પાલિકાને તેનો પ્લાન મોકલો. ટીએનસીએ તેનાથી સહમત છે, પરંતુ તેને આ પ્રક્રિયા શરૂ કવા માટે રાજ્યની હેરિટેજ કમિટી પાસેથી હજુ સુધી મંજૂરી મળી નથી. 


બીજીતરફ બીસીસીઆઈએ ભારતમાં ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય મેચોના ટાઇટલ સ્પોન્સરશિપ માટે નવા ટેન્ડરોને આમંત્રિત કરવાનો નિર્ણય લીધો છે.