સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે હૈદરાબાદની ટીમ જાહેર, અંબાતી રાયડૂ કેપ્ટન
મહત્વનું છે કે, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2 માર્ચથી શરૂ થનારી પાંચ મેચોની વનડે શ્રેણીમાં પણ રાયડૂને ભારતીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
હૈદરાબાદઃ 21મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી પ્રતિષ્ઠિત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે હૈદરાબાદની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. ટીમની આગેવાની અંબાતી રાયડૂ કરશે. હૈદરાબાદની ટીમને ગ્રુપ-એમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં હૈદરાબાદની સાથે ત્રિપુરા, પોંડિચેરી, મહારાષ્ટ્ર, બરોડા, સેના, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની ટીમ સામેલ છે.
અંબાતી રાયડૂ ઓસ્ટ્રેલિયાની સાથે રમાનારી વનડે સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ છે. આ સિરીઝ 2 માર્ચથી શરૂ થશે. પરંતુ આ સિરીઝ પહેલા ટી20 મેચ રમાશે, જેથી રાયડૂ હૈદરાબાદ માટે રમશે. રાયડૂ મુશ્તાક અલી ટ્રોફીમાં પોતાના સાત લીગ મેચોમાંથી છ મેચ રમી શકશે. સાતમો અને અંતિમ મેચ 2 માર્ચે ઉત્તરાખંડ વિરુદ્ધ રમાશે. આ મેચમાં રાયડૂ રમશે નહીં.
સૌથી પહેલા હૈદરાબાદ માટે આ ડોમેસ્ટિક સિરીઝ ખુબ ખરાબ રહી છે. તેનું આ રણજી સિઝનમાં ખરાબ પ્રદર્શન કર્યું છે. આ પહેલા વિજય હજારેમાં પણ હૈદરાબાદ કર્ણાટક સામે હારીને બહાર થઈ ગયું હતું. રાયડૂની આગેવાનીમાં હૈદરાબાદ પોતાનું પ્રદર્શન સુધારવા ઈચ્છશે. હૈદરાબાદની ટીમમાં અંબાતી રાયડૂ સિવાય મોહમ્મદ સિરાજ બીજું મોટુ નામ છે. ફાસ્ટ બોલિંગની જવાબદારી સિરાજ પર રહેશે. ટીમમાં બીજુ કોઈ મોટુ નામ નથી.
IPL 2019: આઈપીએલની 12મી સિઝનના પ્રથમ 2 સપ્તાહનો કાર્યક્રમ જાહેર, ધોની-કોહલી વચ્ચે પ્રથમ જંગ
ઉલ્લેખનીય છે કે, આ ટૂર્નામેન્ટમાં હૈદરાબાદ પોતાના અભિયાનની શરૂઆત 21 ફેબ્રુઆરીએ પુડ્ડુચેરી વિરુદ્ધ રમીને કરશે. આ મેચ દિલ્હીમાં રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 14 માર્ચે રમાશે.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી માટે હૈદરાબાદની ટીમ આ પ્રકારે છે
અંબાતી રાયડૂ (કેપ્ટન), હિમાલય અગ્રવાલ, તન્મય અગ્રવાલ, આશીષ રેડ્ડી, આકાશ ભંડારી, મેહદી હસન, ચામા વી મિલિંદ, મોહમ્મદ સિરાજ, તેલુકુપલ્લી રવી તેજા, પી અક્ષત રેડ્ડી, રોહિત રાયડૂ, પલકોડેતી સાઈરામ, બાવનકા સંદીપ, કોલ્કા સુમંત (વિકેટકીપર), જમાલપુર મલ્લિકાર્જુન.