મુંબઈઃ આઈપીએલ-12ના અંતિમ લીગ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે કોલકત્તા નાઇટ રાઇડર્સને 9 વિકેટે હરાવતા સનરાઇઝર્સ હૈદરાબાદને લોટરી લાગી છે. કોલકત્તાના પરાજય સાથે હૈદરાબાદ પ્લેઓફમાં પહોંચી ગયું છે. આ મેચમાં કોલકત્તાએ પ્લેઓફમાં પહોંચવા માટે વિજયની જરૂર હતી. આ મેચ પહેલા કોલકત્તાના 13 મેચોમાં 12 પોઈન્ટ હતા. જ્યારે હૈદરાબાદના 14 મેચોમાં 12 પોઈન્ટ હતા. પરંતુ હૈદરાબાદની નેટ રનરેટ શાનદાર હતી. જેથી કોલકત્તાનો પરાજય થતાં હૈદરાબાદ નેટ રનરેટના આધારે આઈપીએલ-2019ના પ્લેઓફમાં પહોંચનારી ચોથી ટીમ બની ગઈ છે. લીગના છેલ્લા મેચમાં પ્લેઓફની છેલ્લી ટીમ નક્કી થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની હૈદરાબાદ
આઈપીએલની 12 સિઝનમાં આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ ટીમ 12 પોઈન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી હોય. આ પહેલા 11 સિઝનમાં કોઈપણ ટીમ 12 પોઈન્ટ સાથે ક્વોલિફાઇ કરી શકી નથી. ઘણી ટીમોએ 14 પોઈન્ટ સાથે પ્લેઓફમાં એન્ટ્રી કરી છે. 


પ્લેઓફમાં સનરાઇઝર્સ હૈદરાબાદ એલિમિનેટર મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. આ મેચ 8 મેએ વિશાખાપટ્ટનમમાં રમાશે. તો કોલકત્તાને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સ પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. તે ચેન્નઈ સુપર કિંગ્સ સામે ક્વોલિફાયર-1 વિરુદ્ધ મેચ રમશે. 




સનરાઇઝર્સ હૈદરાબાદની આઈપીએલ-2019માં સફર


ટીમ         તારીખ      પરિણામ
કેકેઆર      24 માર્ચ     હૈદરાબાદ 6 વિકેટે હાર્યું
રાજસ્થાન    29 માર્ચ     હૈદરાબાદ 5 વિકેટે જીત્યું
આરસીબી    31 માર્ચ     SRHનો 118 રને વિજય
દિલ્હી         4 એપ્રિલ    હૈદરાબાદનો 5 વિકેટે વિજય
મુંબઈ         6 એપ્રિલ     મુંબઈનો 40 રને વિજય
પંજાબ         8 એપ્રિલ     પંજાબનો 6 વિકેટે વિજય
દિલ્હી          14 એપ્રિલ    હૈદરાબાદનો 39 રને પરાજય
ચેન્નઈ          17 એપ્રિલ     હૈદરાબાદ 6 વિકેટે જીત્યું
કોલકત્તા        21 એપ્રિલ     હૈદરાબાદ 9 વિકેટે જીત્યું
ચેન્નઈ           23 એપ્રિલ    હૈદરાબાદ 6 વિકેટે હાર્યું
રાજસ્થાન        27 એપ્રિલ    હૈદરાબાદ 7 વિકેટે હાર્યું
પંજાબ           29 એપ્રિલ    હૈદરાબાદ 45 રને જીત્યું
મુંબઈ            2 મે          સુપર ઓવરમાં હૈદરાબાદ હાર્યું
આરસીબી        4 મે           હૈદરાબાદનો 4 વિકેટે પરાજય