નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલીએ ઈંગ્લેન્ડના પ્રવાસમાં શાનદાર ક્રિકેટ રમવાનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, તેની ટીમ ત્યાં શ્રેણી જીતવાનો પ્રયત્ન કરશે. કોહલીએ કહ્યું કે, તે 100 ટકા ફિટ છે અને શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરવા માટે આતુર છે. ભારતીય કેપ્ટને આ મુશ્કેલ પ્રવાસ માટે પોતાના બોલરોની પ્રશંસા કરતા કહ્યું કે, આ પ્રવાસમાં બોલર ટેસ્ટમાં 20 વિકેટ ઝડપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈંગ્લેન્ડના પ્રવાસે જતા પહેલા ટીમના કોચ રવિ શાસ્ત્રી અને કોહલીએ પત્રકાર પરિષદમાં પોતાની રણનીતિનો ખુલાસો કર્યો. કોહલીએ કહ્યું કે, તે આ પ્રવાસમાં પણ દક્ષિણ આફ્રિકાની જેમ ક્રિકેટ રમવાનો પ્રયત્ન કરીશ અને ટીમ આફ્રિકાના પ્રદર્શનને રિપિટ કરવાનો પ્રયત્ન કરશે. તેણે કહ્યું, અમારા બોલર ટેસ્ટમાં 20 વિકેટ ઝડપી શકે છે. 


પોતાની ફિટનેસ પર કોહલીએ કહ્યું, હું સંપૂર્ણ રીતે ફિટ છું. મારી ગરદન યોગ્ય છે. આખા દિવસમાં છ થી સાત સેશનનો અભ્યાસ કરુ છું અને મને લાગે છે કે આ પ્રકારની ટ્રેનિંગ મારા માટે યોગ્ય છે. યો-યો ટેસ્ટને લઈને ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું, યો-યો ટેસ્ટ અહીં ટીમમાં જગ્યા બનાવવા માટે છે. જો તમે તેને પાસ કરો તો બરાબર ન કરો તો ટીમની બહાર થઈ શકો છો. ભૂલ માટે કોઇ સ્થાન નથી. કેપ્ટન આગળ આવીને ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. 



ઈંગ્લેન્ડમાં સ્વિંગના સવાલ પર કોહલીએ કહ્યું, સ્વિંગ બધાને મુશ્કેલીમાં મુકે છે. જો તેમ ન હોય તો અણારા બોલર પણ સ્વિંગ પિચ પર વિકેટ ન ઝડપી શકે. અમે ઈંગ્લેન્ડના વાતાવરણમાં સારૂ રમશું. અમારી બોલિંગ સારી છે. ફાસ્ટ બોલર અને સ્પિનર વિકેટ ઝડપવાની ક્ષમતા રાખે છે. 


ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની પ્રશંસા કરતા કોહલીએ કહ્યું, અમારી પાસે બુમરાહ જેવા બોલર છે જે સતત 140 કિમીની ઝડપે બોલ ફેંકી શકે છે. ઈંગ્લેન્ડમાં અમે ટિપિકલ ક્રિકેટ રમશું. અમે જીતવા ઈચ્છશું. ઉલ્લેખનીય છે કે, ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ 3 જુલાઈથી શરૂ થઈ રહ્યો છે. તેમાં 3 ટી20, ત્રણ વનડે અને પાંચ ટેસ્ટ રમાવાની છે.