નવી દિલ્હીઃ ભારતીય વિશ્વકપની ટીમના રિઝર્વ ઓપનર કેએલ રાહુલે ભલે ખુલીને નથી કહ્યું પરંતુ સંકેત આપ્યા છે કે, તે વિશ્વકપમાં ચોથા ક્રમે બેટિંગ કરવા માટે તૈયાર છે. બેટિંગ ક્રમને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે ચોથા ક્રમે કોણ ઉતરશે. તેવામાં રાહુલ અને વિજય શંકરના નામે સામે છે. રાહુલ કહ્યું, 'પસંદગીકારોએ કહી દીધું છે.' હું ટીમમાં છું અને ટીમ જ્યાં ઈચ્છશે, ત્યાં બેટિંગ કરીશ. મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ઈંગ્લેન્ડમાં સ્થિતિને અનુરૂપ ટીમનું સંયોજન નક્કી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નથી કર્યો વધુ ફેરફાર
રાહુલે જણાવ્યું કે, ખરાબ સમયમાંથી બહાર આવવા માટે તેણે પોતાની ટેકનિકમાં વધુ ફેરફાર કર્યો નથી. તેણે કહ્યું, મેં અનુભવ્યું કે મારી ટેકનિકમાં કોઈ ખરાબી નથી. પરંતુ ઓસ્ટ્રેલિયામાં સારૂ ન રમવાને કારણે કોઈપણ ખેલાડીનું મનોબળ તૂટશે. દરેક સારૂ રમવા ઈચ્છે છે. મને ખુશી છે કે હવે હું રન બનાવી રહ્યો છું. મેં વધુ ફેરફાર કર્યો નથી. દરેક ખેલાડીના કરિયરમાં ખરાબ સમય આવે છે. 


આ યુવા બેટ્સમેને કહ્યું, 'હું મારી બેટિંગને સરળ રાખવાનો પ્રયત્ન કરુ છું.' જ્યારે ફોર્મ સારૂ હોય છે તો બધુ સારૂ લાગે છે અને ખરાબ થવા પર ખરાબ. છેલ્લા બે મહિનાથી સતત ટી20 ક્રિકેટ રમ્યા બાદ વનડે ક્રિકેટમાં જાતને ઢાળવી કેટલી કઠિન હશે, આ પૂછવા પર રાહુલે કહ્યું, 'મુશ્કેલ હશે પરંતુ વધુ ફેરફાર કરવાના હોતા નથી.' આ બોલ અને બેટની જ રમત છે અને બધાએ સ્થિતિને અનુરૂપ રમવાનું હોય છે. 


આગામી વિશ્વકપમાં આ ગીત મચાવશે ધૂમ,  ICCએ રિલીઝ કર્યો  VIDEO


ફોર્મને જરૂરીયાતથી વધુ આપવામાં આવે છે મહત્વ
ટીવી ચેટ શો પર વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે પ્રતિબંધ બાદ રાહુલે ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ ભારત-એ માટે ઘરઆંગણે સિરીઝ રમી અને રન બનાવ્યા. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20 સિરીઝમાં તેણે 50 અને 47 રન બનાવ્યા હતા. આઈપીએલમાં 53.90ની એવરેજથી 593 રન બનાવનાર રાહુલે કહ્યું, ફોર્મને જરૂર કરવા વધુ મહત્વ આપવામાં આવે છે. છેલ્લા બે મહિનાથી હું સારૂ રમી રહ્યો છે. ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ રમીને મેં મારી ટેકનિક પર કામ કર્યું અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ટી20માં તથા આઈપીએલમાં રન બનાવ્યા છે. હવે હું આત્મવિશ્વાસથી ભરપૂર છું.