World Cup 2019: સપાટ પિચો પર બોલિંગ કરવાનો અનુભવ છે, એટલે ચિંતા નથીઃ ચહલ
ટીમ ઈન્ડિયાના યુવા લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલનું કહેવું છે કે ઈંગ્લેન્ડમાં સપાટ પિચો પર મેચ રમવાને લઈને તે ચિંતામાં નથી. તેણે કહ્યું કે, હું વર્ષમાં ઘણો સમય આવી પિચ પર રમું છું.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડની પિચો પર છેલ્લા કેટલાક સમયથી બેટ્સમેનોની બોલબાલા રહી છે. વિશ્વ કપ દરમિયાન પણ મેચ હાઇ-સ્કોરિંગ રહેવાની આશા છે. ઈંગ્લેન્ડની સપાટ પિચો બોલરો માટે ખરાબ સ્વપ્ન સમાન રહી શકે છે, પરંતુ હરિયાણાના લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલ તેનાથી પરેશાન નથી.
આવી પિચો પર રમું છું
28 વર્ષીય આ યુવા ખેલાડીએ કહ્યું, હું તે વાતને લઈને જરા પણ ચિંતિત નથી કે ઈંગ્લેન્ડમાં પિચો સપાટ હશે કારણ કે આવી પિચો પર રમવાની ટેવ છે. તે ન ભૂલો કે હું વર્ષમાં ઘણી મેચ ચિન્નાસ્વામીમાં રમું છું, જે બેટિંગ માટે સૌથી સારી પિચોમાંથી એક છે.
રક્ષણાત્મક રહીશ નહીં
વનડેમાં 41 મેચોમાં 72 વિકેટ ઝડપનાર આ બોલરે કહ્યું, જ્યારે સપાટ પિચોની વાત કરીએ તો જેટલા દબાનમાં હું રહીશ તો વિપક્ષી ટીમના બોલરો પણ એટલા દબાવમાં રહેશે. ચહલની સૌથી મોટી તાકાત નિડર બનીને બોલિંગ કરવી છે. આ સાહસિક માનસિકતાનો ફાયદો તેને આંદ્રે રસેલ અને ડેવિડ વોર્નર જેવા ખતરનાક બેટ્સમેનો વિરુદ્ધ થાય છે.
World Cup 2019: ઈંગ્લેન્ડનો કેપ્ટન થયો ઈજાગ્રસ્ત, નહીં રમે પ્રેક્ટિસ મેચ
દરેક બોલ પર વિકેટ ઝડપવાનો પ્રયાસ
ચહલે કહ્યું, વિશ્વના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનો વિરુદ્ધ તમે રક્ષણાત્મક નીતિ ન અપનાવી શકો. જ્યારે તમે રસેલ અને વોર્નર જેવા બેટ્સમેનો વિરુદ્ધ બોલિંગ કરો છો તો તેને રોકવાનું ન વિચારી શકો. તે એવા ખેલાડી છે જેની વિરુદ્ધ તમારે આક્રમક થવું પડશે અને દરેક બોલ પર વિકેટ ઝડપવાનો પ્રયાસ કરવો પડશે. હું તેની વિરુદ્ધ દરેક સમયે સર્વશ્રેષ્ઠ બોલિંગ કરવાનો પ્રયત્ન કરુ છું.