હું પહાડ ઉપર... ફાઈનલમાં કેપ્ટન રોહિતના આ શબ્દોનો ચાલ્યો જાદુ, સૂર્યકુમારે ખોલ્યું રાઝ...
ભારતે આઈસીસી ટી20 વિશ્વકપમાં શનિવારે આફ્રિકાને 7 રને હરાવી 17 વર્ષ બાદ ટી20ની ટ્રોફી કબજે કરી હતી. સૂર્યકુમાર યાગવે તે શબ્દોનો ખુલાસો કર્યો છે, જે કેપ્ટન રોહિત શર્માએ ખેલાડીઓને પ્રેરિત કરવા માટે કહ્યાં હતા.
બાર્બાડોસઃ રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમે ટી20 વિશ્વકપ કબજે કર્યો છે. ભારતે બાર્બાડોસમાં રમાયેલી રોમાંચક ફાઈનલમાં આફ્રિકાને 7 રને હરાવી ટ્રોફી કબજે કરી હતી. ભારતે 11 વર્ષ બાદ આઈસીસી ટ્રોફી તો 17 વર્ષ બાદ બીજો ટી20 વિશ્વકપ જીત્યો છે. સૂર્યકુમાર યાદવે હવે તે શબ્દોનો ખુલાસો કર્યો છે, જે કેપ્ટન રોહિતે ફાઈનલ પહેલા ભારતીય ખેલાડીઓને પ્રેરિત કરવા કહ્યાં હતા.
સૂર્યાએ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં કહ્યું- તેણે (રોહિત) એ અમને વસ્તુ સરળ રાખવાની સલાહ આપી. પરંતુ કહ્યું- હું આ પહાડ પર એકલો ન ચડી શકું. જો મારે શિખર પર પહોંચવું છે તો મારે બધાના ઓક્સીજનની જરૂર પડશે. રોહિતે ખેલાડીઓને કહ્યું કે તે પસ્તાવાથી બચવા માટે પોતાનું સર્વસ્વ આપી દે. મધ્યમક્રમના બેટરે કહ્યું- શરૂ થતાં પહેલા અમે નક્કી કર્યું કે અમે ટૂર્નામેન્ટમાં આગળ શું થવાનું છે, તે વિશે વાત નહીં કરીએ.
આ પણ વાંચોઃ 'T20I માંથી નિવૃત્તિ લેવાના મૂડમાં નહતો' તો શું રોહિતે પરાણે લીધી નિવૃત્તિ? Video
સૂર્યાએ કહ્યું- કોઈએ સુપર-8 વિશે વિચાર્યું નહોતું અને બાર્બાડોસમાં રમાનાર ફાઈનલ વિશે પણ આ સત્ય હતું. અમારા મગજમાં તે હોવું જોઈએ જ્યાં અમારા પગ છે. આ અમારો મોટો હતો. સૂર્યકુમારે રોહિતની નેતૃત્વ શૈલી વિશે કહ્યું- જ્યારે મુશ્કેલ પરિસ્થિતિ આવે છે તો ખેલાડી જાણે છે કે તે (રોહિત) અમારો સાથ આપશે. તેવામાં ખેલાડીને લાગે છે કે મારે તેના માટે સારૂ પ્રદર્શન કરવું પડશે, કારણ કે તે બધાને આત્મવિશ્વાસ અને સન્માન આપે છે. સૂર્યાએ 20મી ઓવરમાં મિલરનો અવિશ્વસનીય કેચ લીધો, જે નિર્ણાયક સાબિત થયો.
ટાઈટલ જીત વિશે વાત કરતા સૂર્યાએ કહ્યું કે તે કેચ હંમેશા યાદ રાખશે. તેણે સાથે 2026માં રમાનાર ટી20 વિશ્વકપમાં પણ આ પ્રકારનું કારનામું કરવાની આશા વ્યક્ત કરી. સૂર્યાએ કહ્યું- ઘણા લોકો મને તે કેચની તસવીરો મોકલી રહ્યાં છે, કેટલાક પાસે બોલની તસવીર છે, કેટલાક પાસે બોલ અને ટ્રોફીની તસવીર છે. તેણે કહ્યું- હું તેને બે વર્ષ સુધી મારી સાથે રાખીશ અને આગામી વિશ્વકપમાં પણ તેનું પુનરાવર્તન કરીશ. આ મારી ચોથી આઈસીસી ઈવેન્ટ હતી અને મારી પ્રથમ જીત છે. હું તેને લાંબા સમય સુધી યાદ રાખીશ. પ્રથમ ટ્રોફી હંમેશા ખાસ હોય છે.