Hardik Pandya: સર... મને નથી ખબર, હું વધારે દિમાગ લગાવતો નથી`, કોહલી-પંતની વાપસી પર હાર્દિક પંડ્યા
ટીમ ઇન્ડિયાએ પાંચ મેચની ટી20 સીરિઝના પહેલા મુકાબલામાં ઇંગ્લેન્ડને 50 રનના અંતરથી હરાવ્યું હતું. તેમાં ફિફ્ટી મારનાર અને ચાર વિકેટ લેનાર હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ મેચ રહ્યો...
IND vs ENG, Hardik Pandya: ઇંગ્લેન્ડ સામે પાંચ મેચની ટી20 સીરિઝની પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાએ ધમાકેદાર શરૂઆત કરી હતી. ટીમે 50 રનનાં અંતરથી જીત નોંધાવી. મોટી વાત એ છે કે આ મેચમાં વિરાટ કોહલી, રિષભ પંત, જસપ્રીત બુમરાહ ન હતો.
આ ખેલાડીઓને ઇંગ્લેન્ડ સામે 1 થી 5 જુલાઈ સુધી એજબેસ્ટન ટેસ્ટ રમી હતી. જેના કારણે તેમને આરામ આપવામાં આવ્યો હતો. જોક, હવે સીરિઝની બાકી બે મેચ માટે આ તમામની ભારતીય ટીમમાં વાપસી થશે. એવામાં ટીમ મેનેજમેન્ટ પાસે પ્લેઇંગ-11 પસંદ કરવું ખુબ જ મુશ્કેલ બનશે. આ
તેના સંબંધિત એક સવાલ જ્યારે સ્ટાર ઓલરાઉન્ડરને પૂછવામાં આવ્યો, તો તેણે કહ્યું, સરજી આ બધુ મને ખબર નથી, હું વધારે દિમાગ લગાવતો નથી. તમને જણાવી દઈએ કે, ટી20 મેચમાં હાર્દિક પંડ્યા પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો છે. તેણે 51 રનની અર્ધ સદી ફટકારી હતી. ત્યારબાદ બોલિંગમાં કમાલ દેખાડતા 4 વિકેટ પણ ઝડપી પાડી હતી.
'જે કહેવામાં આવે છે... તે હું કરું છું'
હાર્દિક પંડ્યાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, સર તે તો ખબર નથી, આ બધુ મેનેજમેન્ટનું જ કામ છે. હું તો માત્ર ઇન્ડિયાના એક ઓલરાઉન્ડર તરીકે રમુ છું. મને જે કહેવામાં આવે છે, તે હું કરું છું. અને તેનાથી વધારે દિમાગ લગાવતો નથી. હું મારી બેટિંગ અને બોલિંગ બંનેને બરાબર મહત્વ આપું છું. તે 50 રન પણ જરૂરી હતા, કેમ કે અમે વિકેટ ગુમાવી ચુક્યા હતા.
માથાનો દુખાવો બન્યા સ્પામ એકાઉન્ટ, ટ્વિટર દરરોજ હટાવે છે 10 નકલી ખાતા
ઓલરાઉન્ડર હાર્દિકે કહ્યું, અમે રન રેટને બનાવી રાખી સારો સ્કોર બનાવ્યો. મારું માનવું છે કે મોટાભાગનો શ્રેય બોલિંગને જવો જોઈએ, કેમ કે તેના કારણે અમે ગેમમાં આવ્યા અને ઇંગ્લેન્ડ માટે જીતવું મુશ્કેલ થઈ ગયું.
બીજી-ત્રીજી ટી20 મેચ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ, ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, શ્રેયસ અય્યર, દિનેશ કાર્તિક, રિષભ પંત, હાર્દિક પંડિયા, રવિન્દ્ર જાડેજા, યુજવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, ભુવનેશ્વર કુમાર, આવેશ ખાન, હર્ષલ પટેલ અને ઉમરાન મલિક.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube