Dhoni vs Harbhajan Rift: `હું ધોની સાથે વાત નથી કરતો....`, હરભજન સિંહના સનસનીખેજ નિવેદનથી ક્રિકેટ જગતમાં ખળભળાટ!
Dhoni vs Harbhajan Rift: ભારતીય ક્રિકેટમાં એક સમયે મેચ વિનિંગ જોડી રહેલા હરભજન સિંહ અને એમએસ ધોની અલગ થઈ ગયા છે. જી હા.. આ બંન્ને ખેલાડીએ સાથે મળીને 2007 (T20 વર્લ્ડ કપ) અને 2011 (ODI વર્લ્ડ કપ)માં દેશ માટે વર્લ્ડ કપ જીત્યો છે.
Dhoni vs Harbhajan Rift: ભારતીય ક્રિકેટમાં એક સમયે મેચ વિનિંગ જોડી રહેલા હરભજન સિંહ અને એમએસ ધોની હવે અલગ થઈ ગયા છે. આ બંન્ને ખેલાડીએ સાથે મળીને 2007 (T20 વર્લ્ડ કપ) અને 2011 (ODI વર્લ્ડ કપ)માં દેશ માટે વર્લ્ડ કપ જીત્યો છે. હવે છેલ્લા 10 વર્ષથી તેઓ બન્ને વાત કરી રહ્યા નથી. આ દાવો દિગ્ગજ સ્પિનર હરભજન સિંહે કર્યો છે. પૂર્વ ભારતીય સ્પિનરે પોતાના અને ધોનીની વચ્ચે પડેલી તિરાડ વિશે વિસ્તારથી જણાવ્યું નથી, પરંતુ એક તાજું નિવેદનથી સ્પષ્ટ થાય છે કે બન્ને વચ્ચે કંઈક તો મોટું થયું છે.
2011માં ચેમ્પિયન બનનાર ધીરેધીરે થયા બહાર
હરભજન 2 એપ્રિલ 2011ની રાત સુધી ભારતની ટેસ્ટ, વનડે અને ટી20 ટીમના અભિન્ન અંગ હતો. તે જ દિવસે ટીમ ઈન્ડિયા 28 વર્ષ બાદ વર્લ્ડકપ જીતવામાં સફળ થયું હતું. પરંતુ આ જેટલું આશ્ચર્યજનક હોઈ શકે છે કે ફાઈનલની પ્લેઈંગ 11 ફરી ક્યારેય બની શકી નહીં. તે મેચમાં રમનાર ટીમ ઈન્ડિયાના ખેલાડી એક સાથે આગળ રમી શક્યા નહોતા. 2011 ના વર્લ્ડકપ ફાઈનલ અને 2015ન વર્લ્ડકપની વચ્ચે સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ અને ઝહીરખાન જેવા ખેલાડીઓએ સંન્સાસ લઈ લીધો. હરભજન અને યુવરાજ સિંહ જેવા દિગ્ગજોને ધીરે ધીરે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા. બન્ને ખેલાડીઓએ પોતાની સાથે સારો વ્યવહાર ના કર્યો હોવાની વાત જણાવી છે.
2015માં ભારતની સાથે રમ્યા હતા ધોની-હરભજન
હરભજન અને ધોની છેલ્લી વાર ભારત માટે સાઉથ આફ્રિકા વિરુદ્ધ 2015માં રમ્યા હતા. તેના ત્રણ વર્ષ બાદ બન્ને ફરી ચેન્નાઈ સુપરકિંગ્સમાં એક સાથે જોવા મળ્યા. જ્યાં આઈપીએલની બે સીઝન સાથે રમ્યા. જોકે, મેચો વિશે મેદાન પર તેમની ચર્ચાઓને છોડીને હરભજને સ્વીકાર કર્યો કે તેમણે એક દશકથી પણ વધારે સમયથી ધોની સાથે વાત કરી નથી.
હરભજને શું કહ્યું?
દિગ્ગજ ભારતીય સ્પિનરે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ના, હું ધોની સાથે વાત નથી કરતો, જ્યાર હું CSKમાં રમી રહ્યો હતો ત્યારે અમે વાત કરી હતી, પરંતુ તેના સિવાય અમે વાત કરી નથી. 10 વર્ષ કે તેનાથી વધારે સમય થઈ ગયો. મારી પાસે કોઈ કારણ નથી. જ્યારે અમે CSK માં IPL માં રમી રહ્યા હતા, ત્યારે અમે વાત કરતા હતા, અને તે પણ મેદાન સુધી જ સીમિત હતી. ત્યારબાદ તે મારા રૂમમાં પણ આવ્યા નથી અને ના હું તેમના રૂમમાં ગયો છું. હરભજને યુવરાજ અને આશીષ નહેરાનું નામ લીધું, જેમની સાથે તેઓ સતત સંપર્કમાં રહે છે. પરંતુ જ્યારે ધોનીની વાત આવી તો હરભજન સિંહ પાછા હટી ગયા. 103 ટેસ્ટ મેચ રમનાર આ અનુભવી ખેલાડીએ ધોની પર સીધું નિશાન સાધ્યું, પરંતુ જે કહેવું હતું તે કહી દીધું. તેનાથી ખબર પડે છે કે બન્ને વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી.
હરભજને કહ્યું કે, "મારા મનમાં તેમના વિશે કંઈ નથી. જો તેમને કઈ કહેવું છે તો તે મને જણાવી શકે છે. પરંતુ જો તેમણે કહ્યું હોત તો અત્યાર સુધી મને જણાવી ચૂક્યા હોત. મે ક્યારેય ફોન કરવાની કોશિશ કરી નથી, કારણ કે હું ખુબ જ ઝનૂની છે. હું માત્ર તેમને જ ફોન લગાવું છું, જે મારો ફોન ઉઠાવે છે. મારી પાસે તેમના સિવાય બીજા માટે સમય નથી. હું તે લોકોના સંપર્કમાં રહું છું, જે મારા દોસ્ત છે. એક સંબંધ હંમેશા આપવા અને લેવા માટે હોય છે. જો હું તમારું સમ્માન કરું છં, તો મને આશા છેકે તમે પણ મારું સમ્માન કરશો અથવા તો તમે મને જવાબ આપશો. પરંતુ જો હું તમને એક અથવા બે વાર ફોન કરું છું અને કોઈ જવાબ નથી મળતો તો હું કદાચ તમને માત્ર એટલી જ વખત મળીશ, જેટલી મારી જરૂર હશે."