નવી દિલ્હીઃ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં દેશને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર સ્ટાર ખેલાડી પીવી સિંધુ સ્વદેશ પરત આવી ચુકી છે. તેણે આ ટૂર્નામેન્ટમાં પોતાનો પ્રથમ ગોલ્ડ અને કુલ પાંચમો મેડલ હાસિલ કર્યો હતો. સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બે બ્રોન્ઝ અને બે સિલ્વર મેડલ જીતી ચુકી છે. પરંતુ સ્વિટ્ઝર્લેન્ડના બાસેલમાં દેશનું નામ રોશન કરનારી સિંધુ એકમાત્ર ભારતીય બેડમિન્ટન ખેલાડી નહતી. પરંતુ માનસી જોશીએ પણ ત્યાં યોજાયેલી પેરા વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરંતુ માનસી જોશીની કહાની પીવી સિંધુની જેમ સીધી અને સરળ નથી. માનસીએ નવ વર્ષની ઉંમરે આ રમત રમવાનું શરૂ કરી દીધું હતું. તેના પિતા ગિરીશ જોશી ભાષા ઓટોમિક રિચર્સ સેન્ટરમાં વૈજ્ઞાનિક તરીકે કામ કરતા હતા. તેમને બે પુત્રી અને એક પુત્ર છે. ત્રણેય બાળકો પોતાના પિતાને આદર્શ માને છે. જેઓ એક ટેનિસ ખેલાડી રહી ચુક્યા છે. 


સિંધુએ આ રીતે કરી વર્લ્ડ ચેમ્પિયનશિપની તૈયારી,  જુઓ Video


ગોલ્ડ મેડલ જીત્યા બાદ માનસીએ કહ્યું કે, મેં તેના માટે ખુબ મહેનત કરી હતી. હું ખુશ છું કે મારી મહેનતનું ફળ મળ્યું. આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મારો પ્રથમ ગોલ્ડ મેડલ છે. માનસીની નાની બહેને નૂપુરે જણાવ્યું કે, હવે માનસીનો આગામી ટાર્ગેટ યોજાનારી પેરાઓલિમ્પિક ગેમ્સ પર છે.