નવી દિલ્હીઃ ભારતીય ટીમનો ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન આઈસીસી વિશ્વ કપ-2019થી બહાર થઈ ગયો છે. તેના હાથના અંગૂઠામાં ઈજા છે અને તે ટૂર્નામેન્ટ સુધી સ્વસ્થ થવાની સ્થિતિમાં નથી. ટીમ મેનેજર સુનિલ સુબ્રામણ્યમે સાઉથેમ્પ્ટનમાં બુધવારે મીડિયાને વાત કરીને આ વાતને સમર્થન આપ્યું હતું. આ સાથે બીસીસીઆઈએ ટ્વીટ કરીને ધવનને બહાર થવાની જાહેરાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડકપમાંથી બહાર થયા બાદ શિખર ધવને ભાવુક વીડિયો પોસ્ટ કર્યો છે. ધવને વીડિયોમાં કહ્યું, 'તે જણાવતા હું ભાવુક છું કે હું બવે વિશ્વકપ 2019મા ટીમ ઈન્ડિયાનો ભાગ રહીશ નહીં. દુર્ભાગ્યથી મારો અંગૂઠો સમય પર ઠીક ન થયો. પરંતી ટૂર્નામેન્ટ ચાલું રહેવી જોઈએ... હું મારી ટીમના સાથિઓ, ક્રિકેટ પ્રેમિઓ અને દેશભરના પ્રેમ અને સમર્થન માટે આભારી છું.'



તેણે કહ્યું, 'હું વિશ્વકપ પૂરો કરવા ઈચ્છતો હતો પરંતુ હવે સમય આવી ગયો છે કે હું અહીંથી વિદાય લઈને સ્વસ્થ થઈને ટીમમાં પરત ફરુ. ટીમની સાથે મારી શુભકામનાઓ છે.'


ધવન પહેલા ટીમ મેનેજર સુનિલે કહ્યું, ધવનના ડાબા હાથમાં ફ્રેક્ચર છે. ઘણી નિષ્ણાંતોની સલાહને માનતા ધવન જુલાઈના મધ્ય સુધી દેખરેખમાં રહેશે. તેથી તે આઈસીસી વિશ્વ કપ-2019ની બાકીની મેચોમાં ભાગ લઈ શકશો નહીં. અમે આઈસીસીને રિષભ પંતને ધવનના વિકલ્પ તરીકે ટીમમાં સામેલ કરવાની અપીલ કરી છે. 



બીસીસીઆઈએ ધવનની ઈજાને લઈને ટ્વીટ કર્યું, ધવનના ડાબા હાથમાં ફ્રેક્ચર છે. તેને પાંચ જૂને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી મેચમાં ઈજા થઈ હતી.