Hockey: અર્જુન એવોર્ડ માત્ર મારો નહીં, તેમાં મારા સાથીઓની મહેનત પણ સામેલ છેઃ મનપ્રીત
ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહને મંગળવારે અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
નવી દિલ્હી (કમલેશ કુમાર રાય): ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહે પોતાનો અર્જુન એવોર્ડ ટીમને સમર્પિત કર્યો છે. તેમનું કહેવું છે કે આ એવોર્ડ તેને શાનદાર ખેલાડી બનાવવા માટે પ્રેરિત કરશે. ભારતીય ટીમે મનપ્રીતની આગેવાનીમાં ગત વર્ષે ત્રીજીવાર એશિયા કપ પોતાના નામે કર્યો હતો. મનપ્રીત સિંહ સહિત 19 ખેલાડીઓને મંગળવારે અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. તેમાં મહિલા હોકી ટીમની ખેલાડી સવિતા પણ સામેલ છે.
હોકીમાં એક ખેલાડી કશું ન કરી શકે
મનપ્રીતે કહ્યું, જ્યારે મને એવોર્ડ વિશે માહિતી મળી તો ખુબ ખુશ થયો. આ એવોર્ડ મને મારી ટીમને કારણે મળ્યો છે. આ એવોર્ડ પોતાની ટીમને સમર્પિત કરુ છું. હોકી એક ટીમ ગેમ છે, જેમાં એક વ્યક્તિ કંઈ કરી શકતો નથી. સાથી ખેલાડીઓની આકરી મહેનત મારી સાથે હતી. તેઓએ દરેક સમયે મારો સાથ આવ્યો છે. આ એવોર્ડ મને તેના કારણે મળ્યો છે.
ઈન્ડોનેશિયામાં એશિયન ગેમ્સમાં જીત્યો હતો બ્રોન્ઝ મેડલ
ભારતીય ટીમે હાલમાં સમાપ્ત થયેલી જકાર્તા એશિયન ગેમ્સમાં સેમીફાઇનલમાં મલેશિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાબાદ તેણે ત્રીજા અને ચોથા સ્થાન માટે રમાયેલી મેચમાં પાકિસ્તાનને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો ભારતીય ટીમ ચેમ્પિયન બની હોત તો 2020ના ટોક્યો ઓલંમ્પિક માટે સીધી ક્વોલિફાઇ કરી શકી હોત.
એશિયન ગેમ્સને ભૂલીને આગળ વધવું પડશે
મનપ્રીતે એશિયન ગેમ્સમાં મળેલી હાર પર કહ્યું, એશિયન ગેમ્સના સેમીફાઇનલમાં હારમાંથી અમે શિખ મેળવી છે કે કોઈપણ ટીમને ઓછી આંકવી નહીં. અમે ટોક્યો ઓલંમ્પિકમાં સીધો પ્રવેશ કરવામાં અસફળ રહ્યાં, જેનાથી અમે નિરાશ થયા. હવે અમારે એશિયન ગેમ્સની નિરાશાને છોડીને આગળ વધવું પડશે.
સરદાર વિના રમવાની ટેવ પાડવી પડશે
ભારતીય ટીમના અનુભવી કેપ્ટન અને મિડફીલ્ડર રહેલા સરદાર સિંહે હાલમાં પોતાના નિવૃતીની જાહેરાત કરી હતી. શું ટીમને સરદારની ખોટ પડશે? તેના પર મનપ્રીતે કહ્યું, સરકાર એક શાનદાર ખેલાડી હતો. મેં તેની પાસે ઘણું શિખ્યું છે. ઓન ધ ફીલ્ડ અને ઓફ ધ ફીલ્ડ મેં તેની સાથે ઘણું શેર કર્યું છે. તેનું જવું ટીમ માટે એક ઝટકો છે પરંતુ સત્ય છે કે અમારે તેની વગર મેદાનમાં ઉતરવાનું છે.
બે ઓલંમ્પિક રમી ચુક્યો છે મનપ્રીત સિંહ
ભારત તરફથી અત્યાર સુધી 200થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી ચુકેલો મનપ્રીત 2012 લંડન અને 2016 રિયો ઓલંમ્પિકની ટીમનો ભાગ હતો. મનપ્રીત હત વર્ષે લંડનમાં ચેમ્પિયન્સ ટ્રોફીમાં સિલ્વર મેડલ અને 2014 ગ્લાસ્ગો કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનારી ટીમમાં પણ હતો.