નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાની ફાસ્ટ બોલિંગ એકેટના મુખ્ય બોલર મોહમ્મદ શમી (Mohammed Shami)એ દુખભર્યા દિવસોને યાદ કરતા જણાવ્યું કે, તેણે ઓછામાં ઓછા ત્રણવાર આત્મહત્યા કરવા વિશે વિચારી લીધું હતું. આ ફાસ્ટ બોલરે પોતાની ટીમના સાથી ખેલાડી રોહિત શર્મા (Rohit Sharma)ની સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ ચેટ (Instagram Live Chat) દરમિયાન આ વાત શેર કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોમેસ્ટિક ક્રિકેટમાં પશ્ચિમ બંગાળ માટે રમનાર આ ફાસ્ટ બોલરે જણાવ્યું કે, આઈસીસી વિશ્વ કપ (Cricket World Cup) 2015માં જ્યારે તેના ઘુંટણમાં ઈજા થઈ હતી, ત્યારે તેને સ્વસ્થ થવામાં 18 મહિનાનો સમય લાગ્યો હતો. આ 18 મહિના તણાવભર્યા હતા. શમીએ આ દિવસોને પોતાના જીવનના સૌથી દુખદાયી દિવસો ગણાવ્યા છે. 


શમીએ આગળ કહ્યું, ત્યારબાદ જ્યારે મેં ફરીથી પોતાની ક્રિકેટ શરૂ કરી ત્યારે મારા અંગત જીવનમાં ચઢાવ-ઉતાર આવવા લાગ્યા હતા. વર્ષ 2018માં મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંએ તેના પર ઘરેલૂ હિંસાના આરોપમાં પોલીસમાં ફરિયાદ કરી હતી. શમીએ કહ્યું કે, તે આ પડકાર સામે લડી શક્યો છે તો તેની પાછળ તેનો પરિવાર છે. 


આ ફાસ્ટ બોલરે જણાવ્યું, 'જ્યારે 2015 વિશ્વકપમાં ઇજાગ્રસ્ત થયો, તેને સંપૂર્ણ ફિટ થવામાં 18 મહિનાનો સમય લાગ્યો હતો. આ મારી જિંદગીમાં દુખદાયક ક્ષણ હતી. ત્યારબાદ મારે અંગત સમસ્યાનો પણ સામનો કરવો પડ્યો હતો. મને લાગે છે કે જો મારા પરિવાર સપોર્ટ ન કર્યો હોત તો હું તેમાંથી બહાર નિકળી શક્યો નહોત. મેં ત્રણ વખત આત્મહત્યા કરવાનું પણ વિચાર્યું હતું.'


તેણે કહ્યું, 'ત્યારે મારી સાથે પરિવારનો કોઈ એક વ્યક્તિ  24x7 રહેવા લાગ્યો હતો. હું માનસિક રૂપે અસ્વસ્થ હતો. મારા પરિવારે ત્યારે મને સંભાળ્યો. જ્યારે તમારી સાથે પરિવાર હોય તો તમે કોઈપણ સ્થિતિથી પાર પડી શકો છો. જો મારા પરિવારે સાથ ન આપ્યો હોત તો મેં ખોટુ પગલું ભરી લીધું હોત. પરંતુ હું તેનો આભારી છું કે તે મારી સાથે છે.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર