ભારતીય વાયુસેનાએ શૂટર રવિ કુમાર અને દીપકને આપ્યો મોટો આદેશ, કહ્યું કે...
હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે
નવી દિલ્હી : આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપ (ISSF World Cup)માં ભાગ લેનાર ભારતીય શૂટર રવિ કુમાર (Ravi Kumar) અને દીપક કુમાર (Dipak kumar)ને વાયુસેનાએ કામ પર પરત આવવાનું કહ્યું છે. રવિ અને દીપકે કહ્યું છે કે તેને આ મુજબનો આદેશ આપવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે આ એક નિયમિત પ્રક્રિયા છે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવને ધ્યાનમાં રાખીને તેમને આ પ્રકારના આદેશની આશા હતી.
પુલવામા આતંકી હુમલા (Pulwama Attack)ના જવાબમાં ભારતીય વાયુ સેનાએ લાઇન ઓફ કંટ્રોલ પાસે આવેલા આતંકી અડ્ડાઓ પર કરેલા બોમ્બ એટેક પછી ભારતના મુખ્ય શહેરોમાં સુરક્ષા વ્યવસ્થા હાઇ એલર્ટ પર કરી દેવામાં આવી છે. 14 ફેબ્રુઆરીના દિવસે તયેલા હુમલામાં 42 જવાન શહીદ થઈ ગયા હતા.
આઇએસએસએફ શૂટિંગ વર્લ્ડ કપ નવી દિલ્હીમાં ચાલી રહ્યો છે. વિશ્વ કપના કાંસ્ય પદક વિજેતા રવિએ કહ્યું કે છે વર્તમાન પરિસ્થિતિમાં અમે પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે. વાયુ સેનામાં જુનિયર વોરંટ અધિકારી રવિએ કહ્યું છે કે અમે નિર્દેશોનું પાલન કરીશું.