નવી દિલ્હીઃ ભારત અને ન્યૂઝીલેન્ડ (IND vs NZ) વચ્ચે 18 જૂનથી રમાનાર આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ (WTC Final) માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મેચ અધિકારીઓની જાહેરાત કરી છે. 18 જૂનથી શરૂ થઈ રહેલ આ ફાઇનલ મેચ માટે જે બે ફિલ્ડ અમ્પાયરની પસંદગી કરવામાં આવી છે તે માઇકલ ગોફ અને રિચર્ડ ઇલિંગવર્થ છે. આ બંને અમ્પાયર આઈસીસી એલિટ પેનલનો ભાગ છે. આ મેચ માટે આઈસીસીએ ટીવી તથા થર્ડ અમ્પાયરના રૂપમાં રિચર્જ કેટલબર્ગની પસંદગી કરી છે. આ સિવાય મહામુકાબલા માટે આઈસીસીએ મેચ રેફરી તરીકે ક્રિસ બ્રોડની પસંદગી કરી છે અને ચોથા અમ્પાયર તરીકે એલેક્સ વાર્ફને પસંદ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે મેચ અધિકારીઓની જાહેરાત કરતા આઈસીસીના સીનિયર મેનેજરે કહ્યુ કે, અમને આ વાતની જાહેરાત કરતા ખુશી થઈ રહી છે કે આ મહત્વના મુકાબલા માટે અમે એક અનુભવી મેચ અધિકારીઓની ટીમની પસંદગી કરી છે. કોરોના મહામારીને કારણે આ સમય સારો નથી, પરંતુ અમે સૌભાગ્યશાળી છીએ કે અમારી પાસે અનુભવી અને શાનદાર અધિકારીઓના રૂપમાં ઘણા અમ્પાયર અને મેચ રેફરી સામેલ છે. જે છેલ્લા ઘણા વર્ષોથી શાનદાર કામ કરી રહ્યાં છે. અમને વિશ્વાસ છે કે આ અનુભવી મેચ અધિકારીઓની મદદથી અમે આ મેચનું સફળ આયોજન કરવામાં સક્ષમ રહેશું અને અમે બધાને આ મેચ માટે શુભકામનાઓ આપીએ છીએ. 


આ પણ વાંચોઃ India Tour of Sri lanka: શ્રીલંકા સામે વનડે અને ટી20 સિરીઝનો કાર્યક્રમ જાહેર


તમને જણાવી દઈએ કે ફાઇનલ મેચ માટે મેદાન પર હાજર રહેનાર રિચર્ડ ઇલિંગવર્થ પાસે 74 મેચોમાં અમ્પાયરિંગ કરવાનો અનુભવ છે તો માઇકલ ગોફે 27 મેચોમાં અમ્પાયરની ભૂમિકા નિભાવી છે. ટીવી અમ્પાયરના રૂપમાં પસંદ થયેલા રિચર્ડ કેટલબર્ગે 94 મેચોમાં અમ્પાયરિંગ કરી છે, જેમાં તેઓ 69 વખત મેદાન પર અને 25 વખત ટીવી અમ્પાયર રહી ચુક્યા છે. મેચ રેફરી ક્રિસ બ્રોડે પોતાના કરિયરમાં 107 મેચોમાં રેફરી તરીકે કામ કર્યુ છે. તો એલેક્સ વાર્ફની પાસે 7 મેચોમાં અમ્પાયરિંગ કરવાનો અનુભવ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube