ICC Equal Prize Money: આઈસીસીનો ઐતિહાસિક નિર્ણય, મહિલાઓને પણ મળશે પુરૂષોને સમાન પ્રાઇઝ મની
ICC Events: પોતાની વાર્ષિક બેઠક દરમિયાન મોટો નિર્ણય લેતા ICCએ કહ્યું કે હવે પુરૂષો અને મહિલાઓને તેમની ઈવેન્ટ્સમાં મળેલી ઈનામી રકમ સમાન હશે.
Equal Prize Money Announced For ICC Events: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની ડરબનમાં ચાલી રહેલી આઈસીસી વાર્ષિક સંમેલનમાં મહિલા અને પુરૂષ આઈસીસી ઇવેન્ટ્સને લઈને મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. મહિલા ક્રિકેટને નવી ગતિ આપવા માટે આઈસીસીએ હવે પુરૂષ ઈવેન્ટ્સમાં મળનારી પુરસ્કાર રાશિને સમાન મહિલા ઈવેન્ટ્સમાં પણ આપવાનો નિર્ણય કર્યો છે. આઈસીસીના આ નિર્ણયને લઈને ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહે ટ્વીટ કરી ખુશી વ્યક્ત કરી છે.
આઈસીસીની ઈવેન્ટ્સમાં અત્યાર સુધી પુરૂષોના મુકાબલે મહિલાઓને એટલી પુરસ્કાર રકમ મળતી નથી. હવે વર્ષ 2023 સુધી આ વસ્તુને એક સમાન કરી દેવામાં આવશે. હવે વનડે, ટી20 અન્ય આઈસીસી ટૂર્નામેન્ટ જે પુરૂષ અને મહિલાઓમાં રમાઈ છે, તેમાં પુરસ્કાર રાશિ એક જેવી જોવા મળશે.
આ પણ વાંચોઃ શું ખતમ થશે વનડે સિરીઝ? MCC એ આપી મહત્વની સલાહ, 2027ના વર્લ્ડકપ બાદ થઈ શકે છે લાગૂ
આ નિર્ણયને લઈને આઈસીસી ચેરમેન ગ્રેક બાર્કલેએ કહ્યુ કે આ અમારા માટે એક મોટો અને ઐતિહાસિક નિર્ણય છે અને મને ખુશી છે કે હવે આઈસીસી ઈવેન્ટ્સમાં પુરૂષ અને મહિલા ખેલાડીઓને એક સમાન પુરસ્કાર રકમ મળશે. વર્ષ 2017થી અમે સમાન પુરસ્કાર રકમ સુધી પહોંચવા પર સ્પષ્ટ ધ્યાન આપવાની સાથે દરેક વર્ષે મહિલાઓની ઈવેન્ટ્સમાં પુરસ્કાર રકમ વધારી છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube