દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ સોમવારે મહિલા અને પુરૂષ ટીમ ઓફ ધ યર 2022ની જાહેરાત કરી છે. આઈસીસી દ્વારા જાહેર કરાયેલા વર્ષની સર્વશ્રેષ્ઠ ટીમમાં ભારતના ત્રણ પુરૂષ અને ચાર મહિલા ક્રિકેટરોને જગ્યા મળી છે. આઈસીસી દ્વારા જાહેર કરાયેલી પુરૂષોની ટી20 ટીમમાં ભારતના વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાને સ્થાન મળ્યું છે. જ્યારે મહિલા ટીમમાં સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા, ઋચા ઘોષ અને રેણુકા સિંહને સ્થાન મળ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસી પુરૂષ ટી20 ટીમ ઓફ ધ યર 2022
આઈસીસી દ્વારા આજથી આઈસીસી એવોર્ડ્સ 2022ની જાહેરાત કરવામાં આવી છે. આજે મહિલા અને પુરૂષોની સર્વશ્રેષ્ઠ ટીમ જાહેર કરવામાં આવી છે. પુરૂષ ટીમમાં ઈંગ્લેન્ડના જોસ બટલરને કેપ્ટન અને વિકેટકીપર બનાવવામાં આવ્યો છે. તો બીજા ઓપનર તરીકે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને સ્થાન મળ્યું છે. ત્રીજા ક્રમે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી, ચોથા સ્થાને સૂર્યકુમાર યાદવને સ્થાન આપવામાં આવ્યું છે. પાંચમાં સ્થાને ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સને સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારબાદ ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝાનું નામ છે. આઈસીસીની ટીમમાં ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા અને ઈંગ્લેન્ડનો સેમ કરન છે. સ્પિનર તરીકે વનિંદુ હસરંગા છે. ફાસ્ટ બોલર તરીકે પાકિસ્તાનનો હારિસ રોઉફ અને આયર્લેન્ડનો જોશુઆ લિટિલ છે. 


સૌથી વધુ ભારતીયો
આઈસીસીની 2022ની સર્વશ્રેષ્ઠ ટી20 ટીમમાં સૌથી વધુ ત્રણ ભારતીયો સામેલ છે. જેમાં વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા છે. જ્યારે ઈંગ્લેન્ડના બે ખેલાડીનો સમાવેશ થયો છે. ઈંગ્લેન્ડના જોસ બટલર અને સેમ કરનને આઈસીસી ટી20 ટીમમાં સ્થાન મળ્યું છે. જ્યારે ન્યૂઝીલેન્ડમાંથી ગ્લેન ફિલિપ્સ, પાકિસ્તાનના બે ખેલાડી હારિસ રઉફ અને મોહમ્મદ રિઝવાન, શ્રીલંકાના વનિંદુ હસરંગા, ઝિમ્બાબ્વેના સિકંદર રઝા અને આયર્લેન્ડના જોશુઆ લિટિલને તક મળી છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા કે આફ્રિકાનો કોઈપમ ખેલાડી આઈસીસીની સર્વશ્રેષ્ઠ ટીમમાં સ્થાન બનાવી શક્યો નથી. 


ICC પુરૂષ ટી20 ટીમ ઓફ ધ યર 2022
જોસ બટલર (ઈંગ્લેન્ડ, કેપ્ટન અને વિકેટકીપર), મોહમ્મદ રિઝવાન (પાકિસ્તાન), વિરાટ કોહલી (ભારત), સૂર્યકુમાર યાદવ (ભારત), ગ્લેન ફિલિપ્સ (ન્યૂઝીલેન્ડ), સિકંદર રઝા (ઝિમ્બાબ્વે), હાર્દિક પંડ્યા (ભારત), સેમ કરન (ઈંગ્લેન્ડ), વનિંદુ હસરંગા (શ્રીલંકા), હારિસ રઉફ (પાકિસ્તાન), જોશુઆ લિટિલ (આયર્લેન્ડ). 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube