ICC Awards: આઈસીસીની ટેસ્ટ અને વનડે ટીમ ઓફ ધ યર-2022 જાહેર, ત્રણ ભારતીયોને મળ્યું સ્થાન
ICC Awards 2022: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે વનડે અને ટેસ્ટ ટીમ ઓફ ધ યરની જાહેરાત કરી છે. વનડે ટીમની કમાન પાકિસ્તાનના બાબર આઝમ અને ટેસ્ટ ટીમની કમાન બેન સ્ટોક્સને સોંપવામાં આવી છે.
દુબઈઃ ICC Men's Odi and test team of the year: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મંગળવારે વનડે ટીમ ઓફ ધ યર 2022 અને ટેસ્ટ ટીમ ઓફ ધ યર 2022ની જાહેરાત કરી દીધી છે. આઈસીસીએ પોતાની વનડે ટીમનો કેપ્ટન બાબર આઝમને પસંદ કર્યો છે. તો ટેસ્ટ ટીમનો કેપ્ટન બેન સ્ટોક્સને બનાવવામાં આવ્યો છે. આઈસીસીની વનડે ટીમ ઓફ ધ યરમાં બે ભારતીયોને સ્થાન મળ્યું છે. જ્યારે ટેસ્ટ ટીમમાં એક ભારતીય ખેલાડી સ્થાન શક્યો છે.
વનડે ક્રિકેટમાં નંબર 1 બેટર બાબર આઝમ માટે પાછલું વર્ષ શાનદાર રહ્યું, વર્ષ 2022માં બાબરે 9 વનડે મેચમાં 84.87ની એવરેજની સાથે 679 રન બનાવ્યા હતા. આ દરમિયાન બાબરે 8 વખત 50નો આંકડો પાર કર્યો જેમાં તે ત્રણ વખત સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. કેપ્ટનશિપ પ્રમાણે પણ બાબર માટે વર્ષ સારૂ રહ્યું હતું. પાકિસ્તાન તેની આગેવાનીમાં પાછલા વર્ષે 9માંથી માત્ર 1 મેચમાં હાર્યું હતું. આ કારણે આઈસીસીએ તેને પોતાની ટીમની કમાન સોંપી છે.
ભારતના બે ખેલાડી વનડે ટીમમાં સામેલ
આઈસીસી દ્વારા પસંદ કરાયેલી ટીમમાં ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો સીનિયર ખેલાડીઓની ગેરહા-જરીમાં પાછલા વર્ષે શ્રેયસ અય્યરને વધુ મેચ રમવાની તક મળી હતી. અય્યરે તેનો ફાયદો ઉઠાવ્યો અને 2022 પોતાના નામે કર્યું હતું. નંબર 4 પર બેટિંગ કરનાર અય્યરે 17 મેચમાં 55.69ની એવરેજથી 724 રન બનાવ્યા. તેણે આ દરમિયાન 1 સદી અને 6 અડધી સદી ફટકારી હતી. તો અન્ય ભારતીયમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ છે. સિરાજે 2022માં 15 વનડે મેચમાં 4.62ની ઇકોનોમી સાથે 24 વિકેટ ઝડપી હતી. સિરાજ 2023માં પણ સારૂ પ્રદર્શન કરીને વિશ્વકપ માટે પોતાની દાવેદારી મજબૂત કરી રહ્યો છે.
આઈસીસી વનડે ટીમ ઓફ ધ યર
બાબર આઝમ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, શાઈ હોપ, શ્રેયસ અય્યર, ટોમ લાથમ (વિકેટકીપર), સિકંદર રઝા, મેહદી હસન મિરાઝ, અલ્જારી જોસેફ, મોહમ્મદ સિરાજ, ટ્રેન્ટ બોલ્ટ અને એડમ ઝમ્પા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube