દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ પોતાના ડેકેટ એવોર્ડની જાહેરાત કરી દીધી છે. છેલ્લા દાયકામાં વિશ્વ ક્રિકેટ પર પોતાની ધાક જમાવનાર ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસી ક્રિકેટર ઓફ ધ ડેકેડના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. તો કોહલીને વનડે ક્રિકેટર ઓફ ધ ડેકેડથી પણ સન્માનિત કરાયો છે. મહત્વનું છે કે આઈસીસીએ ગઈકાલે ત્રણેય ફોર્મેટની ટીમ ઓફ ધ ડેકેડની જાહેરાત કરી હતી, જેમાં પણ વિરાટ કોહલીનો જલવો જોવા મળ્યો હતો. કોહલીએ તમામ ફોર્મેટમાં મળી છેલ્લા દાયકામાં સૌથી વધુ રન બનાવ્યા છે. તો સદી ફટકારવાના મામલામાં પણ કોહલી પ્રથમ સ્થાને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીને મળ્યો દાયકાનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને આઈસીસી પ્લેયર ઓફ ધ ડેકેડના એવોર્ડથી સન્માનિત કરાયો છે. તેને સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ મળશે. તો કોહલીને વનડે ક્રિકેટર ઓફ ધ ડેકેડ પણ જાહેર કરવામાં આવ્યો છે. તો ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથને ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ ડેકેડ અને અફઘાનિસ્તાનના યુવા સ્પિનર રાશિદ ખાનને આઈસીસી ટી20 ઓફ ધ ડેકેડથી સન્માનિત કરવામાં આવ્યો છે. 


 




સ્ટીવ સ્મિથ ટેસ્ટ ક્રિકેટર ઓફ ધ ડેકેડ



રાશિદ ખાન ટી20 ક્રિકેટર ઓફ ધ ડેકેડ



પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને મળ્યો ખાસ એવોર્ડ
ભારતને વિશ્વ વિજેતા બનાવનાર પૂર્વ કેપ્ટન એમએસ ધોની પોતાની ખેલ ભાવના માટે જાણીતો છે. મેદાન પર ધોની હંમેશા શાંત જોવા મળે છે. ધોનીને આઈસીસી સ્પિરિટ ક્રિકેટર ઓફ ધ ડેકેટથી સન્માનિત કરવામાં આવ્યો છે. 



મહિલા ક્રિકેટર એલિસ પેરીનો જલવો
ઓસ્ટ્રેલિયાની સ્ટાર ઓલરાઉન્ડર એલિસ પેરીનો પણ આઈસીસી એવોર્ડમાં દબદબો જોવા મળ્યો છે. એલિસ પેરીને મહિલા વનડે અને ટી20 ક્રિકેટર ઓફ ધ ડેકેટથી સન્માનિત કરવામાં આવી છે. તો પેરીને આઈસીસી મહિલા ક્રિકેટર ઓફ ધ ડેકેટથી પણ નવાઝવામાં આવશે.