દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)નું બોર્ડ ગુરૂવારે જ્યારે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે તો આગામી ચેરમેનની ઉમેદવારીની પ્રક્રિયા પર ચર્ચા તેના એજન્ડામાં મુખ્ય રહેશે. આઈસીસી પહેલા જ સ્પષ્ટ કરી ચુક્યુ છે કે આ વર્ષે રમાનાર ટી20 વિશ્વકપના ભવિષ્ય પર અંતિમ નિર્ણય આગામી મહિને કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેવામાં મુખ્ય એજન્ડા ચેરમેનની ચૂંટણીમાં ઉમેદવારીની પ્રક્રિયા પર રહેશે. આ પદ પર હાલ ભારતના શશાંક મનોહર છે. આ મામલાની જાણકારી રાખનાર આઈસીસી બોર્ડના સભ્યએ નામ જાહેર ન કરવાની શરત પર પીટીઆઈને કહ્યુ, તે નક્કી નથી કે ચૂંટણી (કે પસંદગી)ની તારીખની ગુરૂવારે જાહેરાત થશે કે નહીં. શંકા વગર મુખ્ય એજન્ડા શશાંક મનોહરના વિકલ્પની અરજી પ્રક્રિયા પર ચર્ચા થશે. 


તેમણે કહ્યુ, સભ્યો બેઠક કરશે. તો બોર્ડ પોત-પોતાના દેશમાં સ્થિતિની જાણકારી આપશે. પરંતુ કોઈ મજબૂત જાહેરાતની આશા નતી. સભ્યએ કહ્યું કે, બોર્ડ વિશિષ્ઠ ઈમેલ લીક ખવાના મામલામાં ચાલી રહેલી તપાસની પણ જાણકારી આપી શકે છે. ચેરમેન પદ માટે ઉમેદવારી રજૂ કરવા માટે સભ્યોનું ઓછામાં ઓછો બોર્ડની બેઠકમાં ભાગ લેવો ફરજીયાત છે અને સાથે તે સંબંધિત દેશના હાલના કે પૂર્વ ડાયરેક્ટર (બોર્ડના સભ્ય) દ્વારા પદનામિત કરવાની જરૂર છે. 


યુવરાજ સિંહે લીધી મજા, રોહિત અને કોહલી સહિતના આ ક્રિકેટરોને બનાવ્યા હસીના


આઈસીસી બોર્ડમાં ચેરમેન, ટેસ્ટ રમનાર 12 દેશ, ત્રણ એસોસિએશન સભ્ય (મલેશિયા, સ્કોટલેન્ડ અને સિંગાપુર વારા અનુસાર), સ્વતંત્ર મહિલા ડાયરેક્ટર (ઇન્દિરા નૂઈ) અને મુખ્ય કાર્યકારી મધુ સાહની સામેલ છે. ચૂંટણીની સ્થિતિમાં મુખ્ય કાર્યકારીની પાસે મતદાનનો અધિકાર હતો નથી. હાલ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ના પૂર્વ ચેરમેન કોલિન ગ્રેવ્સ વૈશ્વિક સંસ્થાના ચેરમેનના રૂપમાં મનોહરનું સ્થાન લેવાના પ્રબળ દાવેદાર છે, પરંતુ ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીની દાવેદારીને નજરઅંદાજ ન કરી શકાય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર