BCCIએ ICCના ખંભા પર રાખીને ચલાવી `બંદૂક`, PCBના પ્લાન પર ફરી વળ્યું પાણી
Champions Trophy 2025 Update: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પર ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. PCBએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર શહેર (POK) સ્કાર્દુ, હુંજા અને મુઝફ્ફરાબાદમાં ચેમ્પિયન્સ ટ્રોફી પ્રવાસનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ ICCએ પાકિસ્તાનના આ કાયર મિશન પર પાણી ફેરવી દીધું છે.
Champions Trophy 2025 Update: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પર ICCએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. PCBએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર શહેર (POK) સ્કાર્દુ, હુંજા અને મુઝફ્ફરાબાદમાં ચેમ્પિયન્સ ટ્રોફી પ્રવાસનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ ICCએ પાકિસ્તાનના આ કાયર મિશન પર પાણી ફેરવી દીધું છે. 14 નવેમ્બરે ચેમ્પિયન્સ ટ્રોફી ઈસ્લામાબાદ પહોંચી હતી, જ્યાર બાદ PCBએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને પાકિસ્તાની ફેન્સને ગુડ ન્યૂઝ આપી હતી. પરંતુ ICC દ્વારા PCBને મોટો ઝટકો આપ્યો છે.
PCBએ કરી હતી પોસ્ટ
ચેમ્પિયન્સ ટ્રોફી પાકિસ્તાન પહોંચ્યા બાદ PCBએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ કરી હતી. PCBએ લખ્યું કે, 'તૈયાર થઈ જાઓ પાકિસ્તાન! ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ટ્રોફીનો પ્રવાસ 16 નવેમ્બરે ઈસ્લામાબાદથી શરૂ થશે, જેમાં સ્કાર્દુ, મુરી, હુંજા અને મુઝફ્ફરાબાદ જેવા પ્રવાસન સ્થળોની પણ મુલાકાત લેવામાં આવશે. 16-24 નવેમ્બર દરમિયાન ઓવલમાં 2017માં સરફરાઝ અહેમદ દ્વારા ઉઠાવવામાં આવેલી ટ્રોફીની એક ઝલક જુઓ.
અનિલ અંબાણીની કિસ્મત બદલાઈ, રિલાયન્સ પાવર બાદ આ કંપનીના રોકાણકારો માટે ખુશખબર
BCCIએ વાંધો ઉઠાવ્યો હતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાનની આ હરકત બાદ BCCIએ તાત્કાલિક અસરથી વાંધો ઉઠાવ્યો હતો અને ICCના ખભા પર રાખીને 'બંદૂક' ચલાવવાનું કામ કર્યું છે. BCCIના વાંધાઓ બાદ ICCએ આ અંગે મોટો નિર્ણય લીધો છે. પાકિસ્તાનને આદેશ આપવામાં આવ્યો છે કે આ ટ્રોફી હવે PoKમાં નહીં જાય.
ફ્રિજનો ઉપયોગ કરતા પહેલા રાખો આટલું ધ્યાન, નહીંતર થઈ શકે છે મોટા બ્લાસ્ટ
ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય
ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે. એક તરફ પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી પર અડગ છે. બીજી તરફ ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન પ્રવાસ રદ્દ થાય તે નિશ્ચિત છે. BCCIના પાકિસ્તાન ન જવાના નિર્ણય પર PCBએ ICC પાસેથી સ્પષ્ટતા માંગી છે. હાલમાં ICCએ આ મુદ્દે કોઈ સ્ટેન્ડ લીધું નથી.