દુબઈઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)એ કહ્યું કે, તે સ્ટિંગ ઓપરેશનના માધ્યમથી ટેસ્ટ મેચોમાં સ્ટોપ ફિક્સિંગ અને પિચ ફિક્સિંગનો દાવો કરનારી ચેનલના પ્રતિનિધિઓને મળશે અને સ્પષ્ટ કર્યું કે, આ આરોપોને નજરઅંદાજ કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કતર સ્થિત અલ જજીરા ચેનલે દાવો કર્યો કે, ભારત, શ્રીલંકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સાથે જોડાયેલા મેચો દરમિયાન મેચ ફિક્સરોના કહેવાથી પિચ સાથે છેડછાડ કરવામાં આવી હતી. 


જે મેચો પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે, તેમાં ભારત વિરુદ્ધ શ્રીલંકા (ગોલ, 26 થી 29 જુલાઈ 2017), ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા (રાંચી, 16 થી 20 માર્ચ 2017), અને ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ (ચેન્નઈ, 16 થી 20 સપ્ટેમ્બર 2016) સામેલ છે. 


આઈસીસીએ તપાસ શરૂ કરતા સમયે કહ્યું હતું કે, તે સમાચાર ચેનલ સ્ટિંગના કાપકૂપ વગરના ફુટેજ આપવાની ના પાડી રહ્યું છે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના બોર્ડે પણ આ જ દાવો કર્યો હતો. 


આઈસીસીના મુખ્ય કાર્યકારી ડેવ રિચર્ડસને કહ્યું કે, તે જલ્દી અલ જજીરાના અધિકારીઓને મળશે. 'ધ ઈન્ડિપેન્ડેટ' અનુસાર રિચર્ડસને કહ્યું, જ્યારે પણ લોકો ક્રિકેટમાં ફિક્સિંગની વાત કરે છે, તો મને ચિંતા થાઈ છે. હું આવા આરોપોથી પરેશાન થઈ જાવ છું કે અમે તેને નજરઅંદાજ કરવાનો પ્રયત્ન કરીએ કે તે અહેસાસ અપાવીએ કે આવું કશું નથી. 


તેમણે કહ્યું, તેથી અમે આની તપાસ કરશું. અમે આગામી બે દિવસમાં તેની (અલ જજીરા) મુલાકાત કરશું. રિચર્ડસને સ્વીકાર કર્યો કે, નાના સ્તર પર સંચાલિત ટી-20 લીગ ભ્રષ્ટ ગતિવિધિઓનું સરળ નિશાન બની શકે છે, કારણ કે આકરા નિયમોને કારણે આંતરરાષ્ટ્રીય સ્ટાર સાથે સંપર્ક કરવો મુશ્કેલ છે. 


તેમણે કહ્યું, તે આશ્ચર્યજનક હશે જો આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને નિશાન બનાવી શકાય છે. તે લોકોને નિશાન બનાવવા મુશ્કેલ છે તેથી આ લોકો નિચલા સ્તર પર હવે પોતાની લીગ તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. 


રિચર્ડસને કહ્યું, તેથી અમારે તે નિશ્ચિત કરવાની જરૂરીયાત છે કે, જે પણ ટી-20 સ્થાનિક ટૂર્નામેન્ટનું આયોજન કરી રહ્યું છે, અને વિશેષ કરીને જેનું ટેલીવિઝન પર પ્રસારણ થાઈ છે, તેની પાસે વધુમાં વધુ માપદંડ હોય. તે પણ નક્કી કરવું જોઈએ કે તેની પાસે ભ્રષ્ટાચાર વિરોધી કોડ હોય, તમામ ખેલાડી શિક્ષિત હોય તથા ફ્રેન્ચાઇઝી માલિકો અને ટૂર્નામેન્ટો સાથે જોડાયેલા લોકો પર અમારી નજર રહે. 


ક્રિકેટમાં ડોપિંગ પર વાત કરતા રિચર્ડસને કહ્યું કે, વાડાના નિયમોનું પાલન કરનારી આઈસીસી રમતને ચોખ્ખી રાખવા ઈચ્છે છે, પરંતુ તેની સાથે તેમણે ભાર આપ્યો કે ક્રિકેટ આ પ્રકારની રમત નથી, જેમાં ભાગ લેનારા ખેલાડીઓને શક્તિવર્ધન દવાની જરૂર પડે. 


તેમણે કહ્યું, આ સાથે હું તે પણ કહેવા ઈચ્છું છું કે ટી-20નું વધતા ચલણની સાથે ભવિષ્યમાં આ મોટું જોખમ બની શકે છે. તમે જુઓ કે અમે પરિક્ષણોની સંખ્યા વધારી દીધી છે.