નવી દિલ્હીઃ પુલવામામાં આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચને લઈને ચાલી રહેલી અટકળો વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે મંગળવારે કહ્યું કે, તેને નથી લાગતું કે 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપના કાર્યક્રમમાં ફેરફાર થશે. આતંકી હુમલાને કારણે ભારતના ક્રિકેટર હરભજન સિંહે કહ્યું હતું કે, ભારતે 16 જૂને માનચેસ્ટરમાં પાકિસ્તાન વિરુદ્ધ ન રમવું જોઈએ. રિચર્ડ્સને કહ્યું કે, આ ભયાનક ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે અમારી સહાનુભૂતિ છે અને અમે અમારા સભ્યોની સાથે સ્થિતિ પર નજર રાખીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, એવા કોઈ સંકેત નથી કે, આઈસીસી પુરૂષ વિશ્વકપનો કોઈ મેચ નક્કી કરેલા કાર્યક્રમ અનુસાર નહીં યોજાઇ. તેમણે કહ્યું કે, રમત ખાસ કરીને ક્રિકેટમાં લોકોને નજીક લાવવા અને સમુદાયોને જોડવાની કમાલની ક્ષમતા છે અને અમે આ આધાર પર અમારા સભ્યો સાથે કામ કરીશું. તો બીસીસીઆઈના એક સીનિયર અધિકારીએ કહ્યું કે, હરભજને પોતાનો પક્ષ રાખ્યો પરંતુ તે નથી કહ્યું કે, જો આપણે તેની વિરુદ્ધ સેમીફાઇનલ કે ફાઇનલ રમવી પડે તો શું આપણે નહીં રમીએ. અમે કાલ્પનિક સ્થિતિ પર વાત કરી રહ્યાં છીએ. 


તેમણે કહ્યું કે, ભારતે 1999 વિશ્વકપમાં પાકિસ્તાન વિરુદ્ધ મેચ રમી હતી જ્યારે કારગિલ યુદ્ધ ચરમ પર હતું. હરભજને ગઈકાલે કહ્યું હતું કે, ભારત જો 16 જૂને પાકિસ્તાન વિરુદ્ધ યોજાનારી મેચ ગુમાવી પણ દે તો તે એટલું મજબૂત છે કે વિશ્વકપ જીતી શકે છે. તેણે કહ્યું કે, આ કઠિન સમય છે. હુમલો થયો છે, તે અશ્વિસનીય છે અને ખોટુ છે. સરકાર મોટી કાર્યવાહી કરશે. જ્યાં સુધી ક્રિકેટનો સવાલ છે તો મને નથી લાગતું કે આપણે તેની સાથે કોઈ સંબંધ રાખવો જોઈએ બાકી આમ ચાલતું રહેશે. તેણે કહ્યું કે, આપણે દેશ સાથે ઉભા રહેવું જોઈએ. ક્રિકેટ હોય કે હોકી અથવા બીજી રમત આપણે તેની સાથે ન રમવી જોઈએ.