ઝી મીડિયા/બ્યૂરો :આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સમિતિ (ICC) ના નવા ચેરમેન જોન બાર્કલે (John Barclay) એ કહ્યું કે, કોરોના પ્રભાવિત પહેલી એડિશન પૂરી થયા બાદ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનના ફોર્મેટની સમીક્ષા કરવાની જરૂર છે. ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ચાર દિવસ પહેલા જ બહુચર્ચિત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની નવી નંબર સિસ્ટમને બહુ જ ભ્રમિત કરનારી અને તેને સમજવામાં મુશ્કેલ બતાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના વાયરસ મહામારીને કારણે અનેક સીરિઝ અને મેચ પૂરી થઈ શકી નથી. જેને જોતા આઈસીસીએ હાલમાં જ ઓવરઓલ પોઈન્ટને બદલે નવી નંબર સિસ્ટમ લાગુ કરી છે. જોન બાર્કલે આ વિશે કહ્યું કે, કેટલાક મુદ્દે અમને પહેલાથી જ કેલેન્ડરની આસપાસ મળી ચૂક્યા છે. મને આશ્ચર્ય છે કે, શું ડબલ્યુટીસીને ટેસ્ટ ક્રિકેટમાં રસ પરત લાવવા માટે શુ કરવામાં આવ્યું હતું. 


59 વર્ષીય બાર્કલે કહ્યું કે, આ તેમનો અંગત વિચાર છે કે, અને એકવાર જ્યારે ડબલ્યુટીસી (WTC) પૂરુ થઈ જાય છે, તો ફરીથી ડ્રોઈંગ બોર્ડમાં જવાની જરૂર છે અને તેની સંરચનાની સમીક્ષા કરવાની જરૂર છે. આદર્શવાશી દ્રષ્ટિકોણથી જોઈએ તો વધુ જ વધુ મેરિટ છે, પરંતુ વાસ્તવિકતામાં હું તેનાથી સહમત નથી. હું નિશ્ચિત નથી કે, તેને જે લક્ષ્યાંક સાથે શરૂ કરવામાં આવ્યું હતું, જેને અમે પ્રાપ્ત કરી લીધું છે કે નહિ. મારા અંગત વિચાર છે કે, કોવિડ 19માં અમે જે પણ કંઈ કરી શક્તા હતા, તે અંકોમાં ડિસ્ટ્રીબ્યૂટ કરી શકીએ છીએ. 


આઈસીસી ચેરમેને કહ્યું કે, એકવાર આવું કરવા માટે અમે ફરીથી વાત કરવી જોઈએ. કેમ કે, હું નિશ્ચિત નથી કે, ડબલ્યુટીસીએ પોતાનું ઉદ્દેશ્ય હાંસિલ કર્યું છે, જેના મટે તેને ચાર-પાંચ વર્ષ પહેલા વિચાર કરાયા બાદ બનાવ્યું હતું. 


કોહલીએ પહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની નંબર સિસ્ટમમાં અચાનક સંશોધનના આઈસીસીના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. 


કોહલીએ કહ્યું હતું કે, નિશ્ચિત રીતે આ હેરાનીવાળી વાત છે, કેમ કે અમને બતાવવામાં આવ્યું હતું કે, ડબલ્યુટીસીમાં ટોપ-2 માં બે ટીમના અંકોની આધાર પર ક્વોલિફાઈ કરશે. હવે અચાનકથી આ ટકાના આધાર પર થઈ ગઈ છે. તે ભ્રમિત કરનારું છે અને તે સમજવુ મુશ્કેલ છે. 


ભારતીય કેપ્ટને કહ્યું હતું કે, જો પહેલા દિવસથી જ અમે આ બાબતો વિશે બતાવવામાં આવ્યું હોત તો તેનુ કારણ સમજવા સરળ બની જાત કે આવો બદલાવ કેમ થયો. પરંતુ અચાનકથી આવુ કરવામાં આવ્યું. મને લાગે છે કે, તેને સમજવા માટે આઈસીસીને સવાલ પૂછવાની જરૂર છે કે આવું કેમ કરવામાં આવ્યું અને તેના પાછળ શુ કારણ છે.