નવી દિલ્હીઃ ટી20 ક્રિકેટની અપાર લોકપ્રિયતાની ટેસ્ટ ક્રિકેટ પર નકારાત્મક અસર પડી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે આ વાતને ધ્યાનમાં રાખતા આ રમતના ઘણા પાયાના નિયમમાં ફેરફાર કર્યો છે. તેમાં આઉટ થવાની રીત પણ સામેલ છે. આઈસીસીએ સોમવારે ટ્વીટ કરીને નવા નિયમોની જાણકારી આપી છે. તેમાં જણાવવામાં આવ્યું કે, આગામી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં એક બોલ પર બે બેટ્સમેન આઉટ થઈ શકે છે. આ સિવાય ટોસના નિયમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈસીસીએ કહ્યું કે, આ તમામ નવા નિયમ આગામી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં લાગૂ થઈ શકે છે. નવા નિયમો પ્રમાણે ટેસ્ટ ક્રિકેટની સફેદ જર્સી પર ખેલાડીના નંબરની સાથે તેનું ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પણ હશે. આ સિવાય વાઇડ અને નો બોલના ટર્મ પણ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં જોવા કે વાંચવા નહીં મળે. તેની જગ્યાએ બે નવા શબ્દ ફોલ્ટ્સ એન્ડ એસેઝનો ઉપયોગ કરવામાં આવશે. 


આઈસીસીના ટ્વીટ પ્રમાણે હવે એક બોલ પર બે ખેલાડી આઉટ થઈ શકશે. તેની રીત છે કે જો કોઈ ખેલાડી કેચ આઉટ થઈ જાય છે, તો તે બોલ પર બીજા છેડે ખેલાડીને રન આઉટ કરી શકાય છે. આ સાથે કોમેન્ટ્રેટર મેચ દરમિયાન વિકેટકીપરની પાછળ ઉભા રહીને કોમેન્ટ્રી કરતા જોવા મળશે. 



આઈસીસીએ નિયમમાં ફેરફાર સાથે જોડાયેલા ઘણા ટ્વીટ કર્યાં છે. તેમાં એકમાં કહેવામાં આવ્યું છે કે, જો તાપમાન 35 ડિગ્રીથી વધુ હોય તો ખેલાડીઓને શોર્ટ પહેરવાની મંજૂરી હશે. એટલું જ નહીં કોમેન્ટ્રેટર્સ ફીલ્ડર્સના ઘેરાની પાછળ ઉભા રહીને મેચ વિશે વાત કરી શકશે. 



આઈસીસીએ કહ્યું કે, ડે-નાઇટ ટેસ્ટ દરમિયાન અંતિમ સત્રમાં બમણા રન આપવામાં આવશે. એટલે કે, ચોગ્ગા પર 8 રન, સિક્સ પર 12 રન આપવામાં આવશે. ટેસ્ટ મેચોમાં હવે ટોસ નહીં થાય. ટોસની જગ્યાએ ટ્વીટર પર પોલ કરવામાં આવશે. પોલના માધ્યમથી લોકો નક્કી કરશે કઈ ટીમ પહેલા બેટિંગ કરશે અને કોણ બોલિંગ. 



આઈસીસી સામાન્ય રીતે ક્રિકેટ સાથે જોડાયેલા કોઈપણ નિયમ એમસીસીની સલાહ અને ટેક્નિકલ કમિટીની ભલામણ પર ફેરફાર કરે છે. પરંતુ તેણે ક્રિકેટના આટલા બધા નિયમ એક ઝટકામાં ફેરફાર કરવાની જાણકારી આપી છે. તેનું કારણ માનવામાં આવી રહ્યું છે કે, આઈસીસીએ આમ કરીને એપ્રિલ ફૂલ બનાવ્યા છે. પરંતુ તેણે આ નિયમો બાદ સત્તાવાર રીતે એપ્રિલ ફૂલ જેવી કોઈ વાત નથી.