નોટિંઘમઃ પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમ આજે વિશ્વ કપ મેચમાં બાંગ્લાદેશની વિરુદ્ધ જીતનો સિલસિલો જાળવી રાખતા સેમીફાઇનલની નજીક પહોંચવા ઈચ્છશે. એરોન ફિન્ચની આગેવાની વાળી ઓસ્ટ્રેલિયન ટીમ (0.812) નેટ રન રેટના આધાર પર ટોપ પર રહેલી ઈંગ્લેન્ડ (1.862) કરતા પાછળ છે. પરંતુ બંન્નેના પાંચ-પાંચ મેચોમાં 8-8 પોઈન્ટ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રબળ દાવેદારોમાં સામેલ ઓસ્ટ્રેલિયન ટીમ હંમેશા વિશ્વ કપમાં દબદબો બનાવે છે અને આ વખતે પણ કંઇ અલગ નથી. અત્યાર સુધી તેણે પાંચ મેચોમાં માત્ર ભારત વિરુદ્ધ એકમાત્ર મેચ ગુમાવી છે. 


કેપ્ટન મુશરફે મુર્તજાની બાંગ્લાદેશી ટીમે અત્યાર સુધી વિશ્વકપમાં સારૂ પ્રદર્શન દેખાડ્યું છે, પરંતુ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ જો તેણે અપસેટ કરવો હશે તો તેના તમામ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરવું પડશે. 


ઓસ્ટ્રેલિયા માટે સારા સમાચાર છે કે માર્કસ સ્ટોઇનિસ ઈજાગ્રસ્ત થયા બાદ વાપસી કરી ચુક્યો છે. પરંતુ બાંગ્લાદેશ વિરુદ્દ તે રમશે તેવી સંભાવના ઓછી છે. ઓસ્ટ્રેલિયાના સહાયક કોચ બ્રેડ હેડિનનું માનવું છે કે, અત્યાર સુધી ટીમ ટૂર્નામેન્ટમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી શકી નથી, જ્યારે મિશેલ સ્ટાર્ક અને પેટ કમિન્સ વિપક્ષી ટીમો માટે ખતરનાક સાબિત થઈ રહ્યાં છે. એરોન ફિન્ચ અને ડેવિડ વોર્રર જ્યાં ટીમને મજબૂત શરૂઆત અપાવી રહ્યાં છે તો મધ્ય ક્રમમાં સ્વી સ્મિથ હાજર છે. 


બાંગ્લાદેશની ટીમની વાત કરવામાં આવે તો તેણે અત્યાર સુધી પાંચ મેચોમાં બે મેચ ગુમાવી છે તો બેમાં જીત હાસિલ કરી છે. ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ મુકાબલામાં તો ખુબ રોમાંચક મેચમાં હારી હતી. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ તેણે 322 રનનો લક્ષ્ય હાસિલ કર્યો અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેણે આ પ્રદર્શનનું પુનરાવર્તન કરવું પડશે. ઓલરાઉન્ડર શાકિબ અલ હસને તે મેચમાં અણનમ 124 રન બનાવ્યા હતા. શાકિબ શાનદાર ફોર્મમાં છે અને બે સદી ફટકારી ચુક્યો છે.