નવી દિલ્હીઃ એવા સમયમાં જ્યારે ઘણા પૂર્વ ક્રિકેટર અને ક્રિકેટ પંડિત આઈસીસી વિશ્વકપ 2019 માટે સેમીફાઇનલની ભવિષ્યવાણી કરવામાં વ્યસ્ત છે, ન્યૂઝીલેન્ડના પૂર્વ વિકેટકીપર-બેટ્સમેન બ્રેન્ડન મેક્કુલમે એક ડગલું આગળ વધતા ટૂર્નામેન્ટના લગભગ દરેક મેચના પરિણામની ભવિષ્યવાણી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેક્કુલમ પ્રમાણે, યજમાન ઈંગ્લેન્ડ, ભારત અને ઓસ્ટ્રેલિયા મેગા ઈવેન્ટના સેમીફાઇનલમાં પહોંચશે. પરંતુ તેણે સારી નેટ રન રેટની સાથે ટીમોને ચોથા સ્થાન માટે ખુલી છોદી દીધી છે. મેક્કુલમ અનુસાર ચોથા સ્થાનની લડાઈ ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે થશે. 


37 વર્ષીય આ ખેલાડીનું માનવું છે કે અફગાનિસ્તાન પોતાના પ્રથમ 50 ઓવરના વિશ્વકપમાં શ્રીલંકા અને બાંગ્લાદેશને હરાવીને માત્ર બે મેચ જીતશે. વિકેટકીપર-બેટ્સમેન અનુસાર, નીચે બેમાં બાંગ્લાદેશ અને શ્રીલંકા હશે. પૂર્વ કીવી કેપ્ટનની ભવિષ્યવાણીનું ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઓપનર માર્ક વોએ પણ સમર્થન કર્યું છે. 



મેક્કુલમ પ્રમાણે ઈંગ્લેન્ડ લીગમાં 9માંથી 8 મેચ જીતશે. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હારનો સામનો કરવો પડશે. મહત્વનું છે કે પ્રેક્ટિસ મેચમાં ઈંગ્લેન્ડને ઓસ્ટ્રેલિયાના હાથે હાર મળી હતી. જ્યાં વિરાટ કોહલીની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયાનો સવાલ છે, ન્યૂઝીલેન્ડના પૂર્વ વિકેટકીપરને લાગે છે કે, માત્ર ઈંગ્લેન્ડ જ ટીમ ઈન્ડિયાને હરાવી શકે છે. 


મેક્કુલમ પ્રમાણે ટીમ ઈન્ડિયા લીગમાં 9માંથી 8 મેચમાં જીત હાસિલ કરશે. તો ઓસ્ટ્રેલિયાને લીગમાં ત્રણ હાર મળશે. તેણે વેસ્ટ ઈન્ડિઝ, ભારત અને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડશે. 


વાંચો વિશ્વકપના અન્ય સમાચાર