નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ચાલી રહેલા વિશ્વ કપ 2019મા ભારતીય ટીમની સફર સમાપ્ત થઈ ગઈ છે. ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી જ્યાં તેણે ન્યૂઝીલેન્ડ સામે 18 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ વિશ્વકપની 12મી સિઝન છે. ભારતે તમામ 12 સિઝનમાં ભાગ લીધો છે. આ દરમિયાન ટીમ બે વખત ચેમ્પિયન બની છે. 4 વખત સેમફાઇનલ સુધી પહોંચી છે. જ્યારે એકવાર ટીમે ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે વિશ્વ કપમાં કુલ 85 મેચ રમી છે, જેમાં તેણે 53મા જીત મેળવી છે તો 29 મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. તો ત્રણ મેચનું પરિણામ આવ્યું નથી. આવો જાણીએ 1975થી લઈને 2019 સુધી ભારતની સફર કેવી રહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

- 1975 ઈંગ્લેન્ડમાં રમાયેલા પ્રથમ વિશ્વકપમાં ગ્રુજ સ્ટેજ સુધી પહોંચ્યું હતું. આ દરમિયાન તેણે ત્રણ મેચમાંથી બેમાં હાર અને એકમાં જીત મળી હતી. 


- 1979 ક્રિકેટનો બીજો વિશ્વકપ પણ ઈંગ્લેન્ડમાં રમાયો હતો. આ દરમિયાન ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજ સુધી પહોંચી શકી હતી. ટીમે ત્રણ મેચ રમી અને ત્રણેયમાં પરાજય થયો હતો. 


- 1983 ક્રિકેટનો ત્રીજો વિશ્વકપ પણ પ્રથમ બે સિઝનની જેમ ઈંગ્લેન્ડની યજમાનીમાં રમાયો હતો. આ દરમિયાન વિશ્વ જગતને નવી ચેમ્પિયન ટીમ મળી. ભારતે કપિલ દેવની આગેવાનીમાં વિશ્વ કપ કબજે કર્યો હતો. 


- 1987 પ્રથમવાર વિશ્વ કપ ઈંગ્લેન્ડની બહાર રમાયો હતો. આ વિશ્વકપની ભારત અને પાકિસ્તાને યજમાની કરી હતી. ભારત આ વિશ્વકપમાં સેમિફાઇનલ સુધી પહોંચ્યું હતું. આ દરમિયાન તેણે સાત મેચ રમી, જેમાં તેને પાંચમાં જીત અને બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 


- 1992નો વિશ્વ કપ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રમાયો હતો. આ વિશ્વકપમાં ભારતીય ટીમ રાઉન્ડ રોબિન સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. આ દરમિયાન ટીમને 8 મેચમાં 2મા જીત અને પાંચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એક મેચ રદ્દ થયો હતો. 


- 1996 આ વિશ્વકપની યજમાની ભારત, શ્રીલંકા અને પાકિસ્તાને કરી હતી. ભારત આ વિશ્વકપમાં સેમિફાઇનલ સુધી પહોંચ્યું હતું. આ દરમિયાન ભારતને 7 મેચમાં 4મા જીત અને ત્રણમાં હાર મળી હતી. 


- 1999 વિશ્વકપની યજમાની ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, આયર્લેન્ડ અને નેધરલેન્ડે કરી હતી. ભારત આ વિશ્વકપમાં સુપર સિક્સમાંથી બહાર થઈ ગયું હતું. આ દરમિયાન ટીમને 8 મેચમાં 4મા જીત અને ચારમાં હાર મળી હતી. 


- 2003 વિશ્વકપની યજમાની આફ્રિકા, કેન્યા અને ઝિમ્બાબ્વેને મળી હતી. આ દરમિયાન ભારતીય ટીમ ફાઇનલ સુધી પહોંચી હતી. તેણે 11 મેચમાં 9 જીત મેળવી હતી જ્યારે બે મેચમાં પરાજય થયો હતો. 


- 2007 વિશ્વકપની યજમાની વેસ્ટ ઈન્ડિઝે કરી હતી. આ વિશ્વ કપમાં ટીમ ઈન્ડિયા ત્રણમાંથી બે મેચ હારીને પ્રથમ રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. 


- 2011 વિશ્વકપની યજમાની ભાર, બાંગ્લાદેશ અને શ્રીલંકાએ કરી હતી. આ વિશ્વકપમાં ભારત ચેમ્પિયન બન્યું હતું. ફાઇનલમાં શ્રીલંકાને પરાજય આપ્યો હતો. આ દરમિયાન ટીમે 9 મેચ રમી, જેમાં સાતમાં જીત મળી એકમાં હારનો સામનો કરવો પડ્યો જ્યારે એક મેચ ટાઈ રહી હતી. 


- 2015 વિશ્વ કપ ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રમાયો હતો. આ દરમિયાન ભારતીય ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી હતી. તેને આઠમાંથી સાતમાં જીત મળી અને એકમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 


- 2019 વિશ્વ કપ ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમાઇ રહ્યો છે. આ દરમિયાન ટીમ સેમિફાઇનલ સુધી પહોંચી છે. આ દરમિયાન ટીમે 10 મેચ રમી 7મા જીત મેળવી જ્યારે બે મેચમાં પરાજય થયો અને એક મેચ રદ્દ થઈ હતી.