World cup 2019: અમારા ખરાબ રેકોર્ડથી પરેશાન નથીઃ ડુ પ્લેસિસ
ડુપ્લેસીએ કહ્યું કે, તે હાશિમ અમલા અને ડેલ સ્ટેન વિશ્વકપમાં સફળતા ન મળવાના રંજનો સામનો કરી ચુક્યા છે પરંતુ આ વખતે આ મુદ્દો રહેશે નહીં.
નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ફાફ ડુપ્લેસીનું કહેવું છે કે વિશ્વ કપ (ICC World cup 2019)માંખરાબ પ્રદર્શનની તેમની ટીમના રેકોર્ડની 2019 વિશ્વકપમાં યુવા ટીમ પર કોઈ અસર પડશે નહીં. દક્ષિણ આફ્રિકા ચાર વખત સેમીફાઇનલમાં પહોંચી છે પરંતુ ફાઇનલમાં જગ્યા બનાવી શક્યું નથી.
ડુપ્લેસીએ કહ્યું કે, તે હાશિમ અમલા અને ડેલ સ્ટેન વિશ્વકપમાં સફળતા ન મળવાના રંજનો સામનો કરી ચુક્યા છે પરંતુ આ વખતે આ મુદ્દો રહેશે નહીં. તેણે અહીં વિશ્વ કપ કેપ્ટનોની પત્રકાર પરિષદમાં કહ્યું, તમે ઇતિહાસ પર નિયંત્રણ ન રાખી શકીએ. આ મારો દ્રઢ વિશ્વાસ છે.
તેમણે કહ્યું, 'તમે માત્ર પ્રયત્ન કરી શકો છો.' જો તમે તે દિવસે સારી રીતે રમી શકો પરંતુ વિરોધી ટીમ સારી હોય તો કોઈ વાત નથી. ડુપ્લેસીએ કહ્યું, પાછલા વિશ્વકપની તુલનામાં આ વખતે ટીમ યુવા છે અને નવા ચહેરા છે.
તેણે કહ્યું કે આ વિશ્વકપનો નિર્ણય બોલરો કરશે. આફ્રિકાની પાસે રબાડા જેવો બોલર છે જેણે આઈપીએલમાં 25 વિકેટ ઝડપી છે. ડુપ્લેસીએ કહ્યું, મારૂ માનવું છે કે બોલર આ વિશ્વકપ જીતશે. બેટ્સમેન મમદગાર પિચો પર રન બનાવશે અને અંતમાં બોલથી સારૂ પ્રદર્શન કરનારી ટીમ વિજય પ્રાપ્ત કરશે.
મહત્વનું છે કે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને જો વિશ્વકપમાં રમી રહેલા અન્ય વિરોધી ટીમોમાંથી કોઈ એકને પસંદ કરવાની તક મળે તો તે આફ્રિકાના કેપ્ટન ફાફ ડુપ્લેસીને પોતાની ટીમમાં પસંદ કરશે.
WC: વિકેટની પાછળ ધોનીનો રોલ કોહલી માટે મહત્વનો રહેશેઃ તેંડુલકર
વિશ્વકપમાં ભાગ લઈ રહેલી તમામ 10 ટીમોના કેપ્ટનોને બીજી ટીમમાંથી કોઈ એક ખેલાડીને પસંદ કરવાનું કહ્યું તો, ઘણાએ રસપ્રદ જવાબ આપ્યો અને તેમાં જસપ્રીત બુમરાહથી લઈને રાશિદ ખાનના નામ સામેલ રહ્યાં. કોહલીએ કહ્યું, કોઈને પસંદ કરવો ઘણું મુશ્કેલ રહેશે. અમને લાગે છે કે અમારી ટીમ ઘણી મજબૂત છે. પરંતુ જો અમારે હાલના ખેલાડીઓમાંથી કોઈને પસંદ કરવો છો તો.. હવે એબી નિવૃત થઈ ગયો છે, હું ફાફને પસંદ કરીશ.